Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

રાજાશાહી વખતનું પૌરાણીક મંદિર એટલે ભોમેશ્વર મહાદેવ મંદિર

રાજકોટઃ અહિંનું ભોમેશ્વર મહાદેવ જે રાજાશાહી વખતનું પૌરાણીક મંદિર ભોમેશ્વર પ્લોટમાં આવેલ છે. એક સમયે રાજવી પરિવાર સ્વ. મનોહરસિંહજી જાડેજા મહાદેવને લોહીચડાવી પુજાવિધિ કરતા હતા તેવુ આધાર ભૂત વર્તુળો દ્વારા જાણવા મળેલ છે. ભોમેશ્વર મંદિર ખાતે મેળો ભરાતો. જુના રાજકોટના લોકો મેળો માણતા. જાણવા મળેલ મુજબ ભોમેશ્વર મહાદેવ સ્વયંભુ પ્રગટ થયા છે. આ જગ્યા રાજાશાહી વખતની છે. આ વિસ્તારનું નામકરણ પણ ભોમેશ્વર મહાદેવ ઉપરથી થયેલ છે. દર સોમવારે તેમજ શ્રાવણમાસમાં વિશાળ સંખ્યામાં ભાવિકો પુજનવિધિ કરતા હતા. મેળાની મોજ માણતા હતા તેવી જ રીતે ઇશ્વરીયા મહાદેવ પણ પૌરાણીક સ્થળ છે. ત્યાં પણ ઇશ્વરીયા મહાદેવનો મેળો ભરાતો હતો, એક સમયે ખરી રાજકોટવાસીઓ મેળાની મોજ માણતા હતા.   (તસ્વીરઃ અશોક બગથરીયા )

(3:18 pm IST)