Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

વામનમાંથી વિરાટ વર્ધમાન મહાવીર સ્વામીનો જીવનમંત્ર

આજથી ૨૫૦૦ વર્ષ પહેલા  જગતને જીવન જીવવાનો સાચો મંત્ર બતાવી એકાન્તવાદની ઓળખ અને મોક્ષ પ્રાપ્તીનો સાચો માર્ગ બતાવી કહયું કે આત્મબળથી વિશેષ કોઇ નથી. તુ પોતે જ તારો તારણહાર છો. કોઇપણ વર્ણમાં જન્મેલો મનુષ્ય સ્ત્રી હોય કે પુરૂષ સહુને જ્ઞાન હોવાનો સરખો અધિકાર છે. આત્મકલ્યાણનો મહામંત્ર સહુને સરળભાષામાં સમજાવી વ્રતોમાં બહુચર્ચનું ચુસ્તપાલન કરી શકિતનો સદઉપયોગ સમજાવ્યો.

ભગવાન મહાવીરનો મહામંત્ર સત્ય, અહિંસા પરમોધર્મ, જીવદયા સુષ્ટીના દરેક જીવોને જીવવા અધિકાર સમજાવી સર્જનહારે બનાવેલ સૃષ્ટીનું સાંૈદર્ય જાળવવા અનેક જીવોને જીવાડવા અને જતન કરવા સહુનું કર્તવ્ય સમજાવ્યું આમ ધર્મ અને વિજ્ઞાનને સાથે વણીને કાર્ય કરવા લોકોને પ્રેરીત કર્યા અને સૃષ્ટીના ઉધ્ધારક 'મહામાનવ મહાવીર' અનેક મંત્રો આપી રક્ષક બન્યા.

આજના માણસને ભૌતિકતાનો વળગેલા ભુત ભાન ભુલો કરી દીધો છે. સુખ સમુધ્ધીની છોડમાં સ્વને ભુલી ગયો છે. પોતાના સ્વાર્થ પોષવા અનેક પાપો કરતો જોવા મળે છે. જેથી અનંતની અનેક યાત્રાઓમાં ભટકતો આત્માને મોક્ષને માર્ગે પ્રયાણ કરવા  સાથક બની શ્રી મહાવીર ભગવાન સ્વચિતાર્થ કરી સમજાવ્યુ અને જીવનજીવવા સાચો માર્ગ બતાવ્યો છે.  અંધ શ્રધ્ધામાં આંધળો થયેલ માણસને કામ કોધ, લોભ, મોહમાંથી મુકિત અને સત્ય, અહિંસા, બ્રહ્મચર્યનું પાલનક ત્યાગ અને તપશ્ચર્યાથી આત્મબળની ઉન્નતી આત્મબળથી વિશેષબળ દુનિયામાં કોઇ નથી તેવુ યથાર્થ જીવવાનો મંત્ર પુરવાર કરી બતાવ્યો છે.

વર્ધમાનનું પોતાનું જીવન પગથી માથા સુધી વસ્ત્ર કે છત્ર વગરનું જીવન અન્ન અને પાણી જરૂરીયાત જેટલુ જ વાપરવું અને ખાવુ ડગલે ને પગલેે સૈયમથી પોતાની જાતને જીવવી એટલે હરીયાની જીત તે જીવન પ્રત્યેનો મહાયંત્ર, કૈષ્ટોને કર્મ બનાવી અને અનેક સુત્રોથી સજજ થઇ મકકમ મનોબળથી મોક્ષમાર્ગ પ્રમાણ એટલે માન મહામાનવ વર્ધમાનથી  મહામાનવ મહાવીર વર્ધમાનની મહાવીરના જીવનની સફળ યાત્રા.

આપશ્રીના આવા દિવ્ય વિચારોને વિશ્વભરમાં સ્વીકારેલા છે. આપ એક ક્રાંતીકારી પુત્ર નિર્માતા રહયા છો અને 'પુરૂષાર્થથી પ્રારંબ્ધ'ને પામી વામન માંથી વિરાટ થઇ શકિતનો સાચા અર્થમાં ઉપયોગ કરી આમ પુરા કરી વિશ્વમાં પ્રભુપદ પામી તીર્થકર તરીકે પુજનીય રહયા છો. પયુષણના પર્વએ પુરાભાવથી ઉજવીએ ભગવાનશ્રી મહાવીર જય હો જય હો...

આજે ધર્મને નામે આખુ વિશ્વ વિવાદે ચડયું છે. આપણા દેશમાં ધર્મને નામે ગોરખ ધંધા ચાલી રહયા છે. ધાર્મીક સ્થળો પૈસા કમાવતુ સાધન કરી બેઠા છે જેથી લોકોમાં ધર્મપ્રત્યે શ્રધ્ધા અને વિશ્વાસ રહયા નથી. હીન્દુ ધર્મમાં અનેક સંપ્રદાયો અને ફાંટા પડી ગયા છે. મનભેદ અને ભુલી એક થવાનો વખત આવી ગયો છે. સ્વાર્થી બની સુઇ રહેવાનું નથી પણ સહુમાં રહેલી વિરાટ શકિતનો ઉપયોગ કરી વિશ્વકલ્યાણમાં વાપરી ભગવાનશ્રી મહાવીરનો મંત્રો પર્યુષણ પર્વ એ વધાવી અને વામનમાંથી વિરાટ બની રહીએ તો સાચા અર્થમાં મંત્રોને સાકાર કરી છે. 

 આલેખન

મુદુલા એમ. ઠકકર

ફોન નં.૦૨૮૧-

 ૨૨૨૪૮૨૮

રાજકોટ

(3:18 pm IST)