Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

રાજમહેલના દ્વારે પ્રસન્ન મુદ્રામાં દાદા બીરાજશે

ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવનું ૨૨માં વર્ષે દમદાર આયોજન : સરકારી ગાઇડ લાઇન અનુસાર ભાવિકો દર્શન-પુજા-આરતી કરી શકશેઃ તમામ કાર્યક્રમો ઓનલાઇનઃ જીમ્મી અડવાણી

'ત્રિકોણબાગ કા રાજા'  ગણપતિ  મહોત્સવ ૨૦૨૧ ના સમગ્ર આયોજનને સાંગોપાંગ સફળ બનાવવા સાર્વજનીક ગણેશ મહોત્સવ સમિતિના જીમ્મી અડવાણી, જયપાલસિંહ જાડેજા, ચંદુભાઇ પાટડીયા, સંજયભાઇ ટાંક, નિલેષ ચૌહાણ, અભિષેક કણસાગરા, બિપીનભાઇ મકવાણા, ભરત સેલવાણી, દિલીપભાઇ પાંધી, ધવલ કાચા, ધવલ અડવાણી, વંદન ટાંક, કમલેશ, રાજન દેસાણી, ભરત મકવાણા, નાગજીભાઇ બાંભવા, પ્રકાશ જીજુંવાડીયા, હર્ષ રાણપરા, હાર્દિક વિઠલાણી, કિશન સિધ્ધપુરા વગેરે જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃઅશોક બગથરીયા)

રાજકોટઃ  તા.૬, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતમાં ગણપતિ ઉત્સવને નવો આયામ આપીને ગુંજતો હરનાર 'ત્રિકોણબાગ કા રાજા' ત્રિકોણબાગ ખાતે કોવિડ-૧૯ ગાઇડ લાઇનની સંપૂર્ણ શિસ્ત સાથે આરક્ષિત વિશાળ શુસોભીત પરિસરમાં મંગલ પ્રારંભ થશે. પ્રથમ દિવસ ૧૦ સપ્ટેમ્બરે સવારે ૧૦:૩૦ વાગ્યે ત્રિકોણબાગ ચોક ખાતેેના પંડાલમાં પ્રસ્થાપીત થનાર ગણેશજીની મૂર્તિ અજંતા-ઇલોરાની શિલ્યકલા કૃતિની ઝાંખી કરાવે એવી ઇકો-ફ્રેન્ડલી મનમોહક મૂર્તિ અનુપમ અને ભાવવાહી છે.  'ત્રિકોણબાગ કા રાજા' ભવ્ય રાજ મહેલના દ્વારે પ્રસન્ન મુદ્રામાં બેઠેલા દ્રશ્યમાન થશે. ગણપતિજીનું આ દિવ્ય દર્શન ભાવિકોને સુખદ અનુભુતિ કરાવશે. આ મહાકાય મૂર્તિને હીરા-મોતી અને  વસ્ત્રાલંકારોથી શણગારીને રંગબેરંગી રોશનીમાં ઝળહળશે.

ભુદેવો દ્વારા વૈદિક મંત્રાચારો સાથે પ્રસ્થાપીત થનાર મૂર્તિની ગણપતિ મહોત્સવના ૧૦ દિવસ દરમિયાન દરરોજ સવાર-સાંજ તમામ ધર્મ સંપ્રદાયના સન્માનનીય સંતો, સામાજીક અને રાજકીય પક્ષના આગેવાનો, વિવિધ ક્ષેત્રના મહાનુભવો તથા ભાવિકજનોનો સમુદાય દરરોજ એક મંચ ઉપર પંડીતો દ્વારા લાઇવ પુજા-આરતી કરશે.

ગણપતિ મહોત્સવના દશ દિવસના આરાધનાના આનુસંગીક સાંસ્કૃતિક અને સેવાકીયો કાર્યક્રમોની વિગતો આપતા જીમ્મી અડવાણી જણાવે છે કે આ વર્ષે તા.૧૧ને શનિવારે રાત્રે ૮:૩૦ વાગ્યે ચંદ્રેશ ગઢવી, બલરાજ ગઢવી અને સાથી કલાકારોનો ભવ્ય હાસ્ય દરબાર, તા.૧૨ રવિવારે સવારે ૧૦:૩૦ વાગ્યે ગરીબ દર્દીઓના લાભાર્થે જાહેર જનતા માટે મહારકતદાન શિબિર અને રાત્રે ૮:૩૦ વાગ્યે મુંબઇના ચૈતાલી છાયાની મેજીકલ મ્યુઝીક નાઇટ, તા.૧૩ સોમવારે રાત્રે ૮:૩૦ વાગ્યે નિરવ રઘુવંશી, રાકેશભાઇ ભટ્ટ કથાકાર દ્વારા શિવ આરાધના નો કાર્યક્રમ, તા.૧૪ મંગળવારે રાત્રે ૮:૩૦ વાગ્યે જયેશ દવે અને સાથી કલાકારો કસુંબીનો રંગ કાર્યક્રમ, તા.૧૫  બુધવારે રાત્રે ૮:૩૦ વાગ્યે વિશાલ વરૂ અને સાથી કલાકારોનો લોકડાયરો, તા.૧૬ ગુરૂવારે રાત્રે ૮:૩૦ વાગ્યે મયુર બુધ્ધદેવ અને સાથી કલાકારો દ્વારા શ્રીનાથજી સત્સંગ, તા.૧૭ શુક્રવારે રાત્રે ૮:૩૦ વાગ્યે સૌરાષ્ટ્ર સુપ્રસિધ્ધ પુજારી શ્રી કિશોરબાપુના વરદ હસ્તે સંગીતમય ઓમકાર આરતી અને રાત્રે ૯:૩૦ વાગ્યે નિલેષ વસાવડા, અખિલ પટેલે અને સાથી કલાકારોનો શ્રી કૃષ્ણની બાળ લીલાનો કાર્યક્રમ અને સમાપનમાં તા.૧૯ રવિવારે સવારે ૧૦:૩૦ વાગ્યે પુણાહુર્તિ પુજા તથા ત્રિકોણબાગ  ચોક ખાતે જ શ્રી ગણેશજીની મુર્તિનું પુજા અને કુત્રિમ તળાવમાં વિસર્જનનો અંતિમ કાર્યક્રમ છે. 'ત્રિકોણબાગ કા રાજા' ના તમામ સાંસ્કૃત્રિક કાર્યક્રમો ઓનલાઇન નિહાળી શકાશે લક્ષ્ય ઇવેન્ટ દ્વારા

આયોજીત આ કાર્યક્રમોમાં મ્યુઝીકલ ડાયરેકટર તરીકે પ્રશાંતભાઇ સરપદડીયા સેવાઓ આપશે.

(3:14 pm IST)