Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષના હસ્તે સાલપીપળિયામાં આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત

રાજકોટ : પડધરી તાલુકાના સાલપીપળીયા ગામમાં ૧ કરોડના ખર્ચે બંધાનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઇમારતનું જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ સહદેવસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરાયેલ. આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ બાવનજીભાઇ મેતલિયા, મનોજ અકબરી, સુમાબેન લુણાગરીયા, મહેશ અકબરી, અજીત ડોડિયા, મુકેશ મુંગલપરા, રોહિત ચાવડા, મનસુખ રંગાણી,પ્રવિણ હેરમા, હકુભાઇ જાડેજા, છગનભાઇ વારજડિયા, નરસિંહ તાલપરા, મનોજ પનારા વગેરે હાજર રહ્યા હતા.

(3:13 pm IST)