Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

વ્યાજખોરીનો વધુ એક કિસ્સોઃ વાણીયાવાડીના રાજીવભાઇ કોઠારીને ૯ લાખના વ્યાજ માટે ધમકી

ભકિતનગર સર્કલના કોલેજીયન પાનવાળા ભરત પરમાર સામે પોલીસે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધ્યો : ધમકીથી ગભરાઇ વણિક વેપારીએ બગીચામાં ડિપ્રેશનની વધુ પડતી ગોળીઓ પી લીધી હતી

રાજકોટ તા. ૬ : વ્યાજખોરીનો વધુ ઍક બનાવ સામે આવ્યો છે. વાણીયાવાડી શેરી નં. ૧/૬ના ખુણે ‘નિલરાજ’ મકાનમાં રહેતાં અને કાપડનો વેપાર કરવા સાથે જમીન મકાન લે વેîચ અને શેરબજારનું કામ પણ કરતાં રાજીવભાઇ મુળજીભાઇ કોઠારી (ઉ.વ.૫૧) નામના વણિક વેપારીઍ વ્યાજે લીધેલા રૂ. ૯ લાખ માટે કોલેજીયન પાનવાળા ભરત પરમાર તરફથી સતત ઉઘરાણી કરી ધમકી અપાતી હોઇ કંટાળી જઇ ડિપ્રેશનની વધુ પડતી દવાઅો પી લેતાં પોલીસે મનીલેન્ડ ઍક્ટ હેઠળ ગુનો નોîધ્યો છે.

પોલીસે રાજીવભાઇ કોઠારીયાની ફરિયાદ પરથી ભક્તિનગર સર્કલ પાસે કોલેજીયન પાન નામે દૂકાન ધરાવતાં ભરત પરમાર સામે આઇપીસી ૩૮૪, ૫૦૬ (૨) તથા મનીલેન્ડ ઍક્ટ ૪૦, ૪૨ મુજબ ગુનો નોîધ્યો છે. રાજીવભાઇઍ ફરિયાદમાં જણાવ્યું છે પોતાને છેલ્લા ત્રીસેક વર્ષથી ભક્તિનગર સર્કલ પાસે બેઠક હોઇ જેથી ત્યાં પાનની દૂકાન ધરાવતાં ભરત સાથે અોળખાણ થઇ હતી. ત્રણેક વર્ષ પહેલા પોતાને ધંધા માટે રૂપિયાની જરૂર પડતાં ભરત વ્યાજે નાણા આપતો હોઇ તેની પાસેથી કટકે કટકે રૂ. નવ લાખ બે ટકા વ્યાજે લીધા હતાં.

આ રકમ લેતી વખતે સિક્યુરીટી પેટે ૨૩૦૦ શેર સર્ટીફિકેટ ભરતના ડિમેટ ઍકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતાં. તેમજ ૧૪ લાખના કોરા ચેક આપ્યા હતાં. જેમાં પોતાના નામનો બે લાખ અને પાંચ લાખનો, મિત્ર સંદિપના નામનો પાંચ લાખનો અને અન્ય ઍક બે લાખનો ચેક આપ્યો હતો. પોતે વ્યાજ સમયસર ભરતને તેની દૂકાને જઇને ચુકવી દેતાં હતાં. પરંતુ હાલમાં ત્રણેક મહિનાથી ધંધામાં મંદી આવી જતાં વ્યાજ ટાઇમસર ચુકવી ન શકતાં ભરતે દૂકાને બોલાવી પૈસા આપી દેજે નહિતર મારી નાંખીશ તેવી ધમકી દીધી હતી.

આ કારણે રાજીવભાઇ ચિંતામાં મુકાઇ જતાં ૨૫/૮ના રોજ ડિપ્રેશનની દવા ચાલુ હોઇ તે શેઠ હાઇસ્કૂલ સામેના બગીચામાં જઇ વધુ પડતી પી લેતાં સારવાર લેવી પડી હતી. હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ ફરિયાદ નોîધાવતાં પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં પીઍસઆઇ આર. ઍન. હાથલીયા અને સ્ટાફે તપાસ હાથ ધરી છે.

(11:39 am IST)