Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

આજે સર્વપિત્રી અમાસ : પિતૃ તર્પણ સાથે શ્રાવણ માસનું સમાપન

પીપળો, વડલો, તુલસી, બોરડી, ધ્રોખડને પાણી રેડવા મંદિરોમાં સવારથી જ લાગી કતારો : સોમવતી અમાસના વિશેષ દર્શનનો લ્‍હાવો

રાજકોટ તા. ૬ : આજે સોમવતી અમાસ સાથે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે. આ દિવસે શિવજીની ભક્‍તિની સાથો-સાથ પિતૃતર્પણ કરીને ભાવિકો ધન્‍યતા અનુભવી રહ્યા છે. આ અમાસને સર્વપિત્રી અમાસ પણ કહેવાય છે. છેલ્લા એક મહિનાથી શિવાલયોમાં ભાવિકોની ભારે ભીડ જામતી હતી. શંકર ભગવાનને અભિષેક, પૂજન, અર્ચન, રૂદ્રાભિષેક સહિતના કાર્યક્રમો સાથે ભક્‍તજનો દ્વારા મહાદેવજીની આરાધના કરવામાં આવી રહી છે. જેને આજે શ્રાવણના સમાપન સાથે વિરામ અપાશે. શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ અને સોમવારનો સંયોગ છે. જેથી ભક્‍તજનો આ દિવસે પીપળે પાણી પાઇને પિતૃતર્પણ વિધી કરી રહ્યા છે. પીપળો, વડલો, તુલસીજી, ધ્રોખડ સહીતના વૃક્ષો હોય તેવા મંદિરોમાં પાણી રેડી પિતૃ દેવોને તૃપ્‍ત કરવા આજે કતારો લાગી હતી. તસ્‍વીરમાં રાજકોટના સ્‍વયંભુ રામનાથ મહાદવે મંદિર અને ઘાટ ઉપર જામેલ ભાવિક ભકતોની ભીડ જોવા મળે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

 

(11:16 am IST)