Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

ભગવતીપરા પુલ નીચે ગાયોને તીક્ષ્ણ હથીયાર વડે ઇજા પહોચાડનારા શખ્સને બી ડિવિઝન પોલીસે પકડી લીધો: મહાત્મા ગાંધી પ્લોટના વિશાલ મકવાણાની ધરપકડ: ગાયો ઢીક મારતી હોવાથી આવું કર્યાનું રટણ

રાજકોટઃ રાત્રીના સમય દરમીયાન રાજકોટ શહેર પારેવડી ચોક પાસે ઓવરબ્રીજ નીચે કોઇ અજાણ્યો શખ્સ ગાયોને કોઇ તીક્ષ્ણ હથીયાર વડે ઇજા પહોંચાડી હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવુ કૃત્ય કરી ભાગી ગયેલ હોઇ તે બાબતે બી ડીવીઝન પો.સ્ટે.મા અજાણ્યા ઇસમ વિરૂધ્ધ બી ડીવી. પો.સ્ટે. ગુ.ર. નં.૧૧૨૦૮૦૫૧૨૧૫૦૨૮/૨૦૨૧ IPC કલમ ૪૨૮,૪૨૯, ૨૯૫(૬), તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનીયમની કલમ ૧૧(૧)(a)(i) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરવામા આવ્યો હતો. આ ગુન્હો ડિટેકટ કરી કલાકોમાં આરોપી વિશાલ જયતીભાઇ મકવાણા (ઉ.વ.૨૩ રહે. મહાત્મા ગાંધી પ્લોટ શેરી નં.૧, પારેવડી ચોક પાસે, રાજકોટ)ને પકડી લઈ છરી કબ્જે કરાઈ છે.

પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ એહમેદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન- ૧ પ્રવીણકુમાર મીણા તથા મદદનીશ પોલીસ કમિશ્નર એસ.આર.ટડેલના માર્ગદર્શન હેઠળ ઇનચાર્જ પોલીસ ઇન્સપેકટર સી.જી.જોષીના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ બી.બી.કોડીયાતર તથા પોલીસ સ્ટાફના માણસો તુરત જ સદરહુ બનાવ વાળી જગ્યાએ જઇ બનાવના આજુબાજુના સીસીટીવી કેમેરા જઇ તેમન હયુમન સોર્સની મદદથી ગુન્હો ડીટેકટ કરી આરોપીને તેના રહેણાક મકાન પાસેથી પકડી લેવાયો છે.

આ શખ્સ વિરુદ્ધ અગાઉ રાજકોટ શહેર બી ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૮૫/૨૦૧૬ આઇ.પી.સી કલમ ૩૭૯, મુજબ ચોરીનો ગુનો પણ નોંધાયો હતો.તેણે એવું રટણ કર્યું હતું કે ગાયો વારંવાર ઢીંક મારતી હોઈ તેના માલિકને જાણ કરી હતી. પોતાને ગુસ્સો આવતા છરી મારી હતી. જો કે પોલીસે વિશેષ પૂછતાછ યથાવત રાખી છે.

આ કામગીરી ઇ.પોલીસ ઇન્સપેકટર સી.જી.જોષી તથા પો.સ.ઇ. બી.બી. કોડીયાતર તથા એ.એસ.આઇ. વિરમભાઇ ધગલ તથા સલીમભાઇ માડમ તથા પો.હેડ.કોન્સ. અજયભાઇ બસીયા તથા મનોજભાઇ મકવાણા તથા પો.કોન્સ. જયદીપસિંહ બોરાણા તથા હંમેદ્રભાઇ વાધીયા તથા સંજયભાઇ મીયાત્રા તથા પરેશભાઇ સોઢીયા તથા મિતેશભાઇ આડેસરા તથા તથી ચાપરાજભાઇ ખવડ સહિતે કરી છે. 

(9:48 pm IST)