Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

પુજીત ટ્રસ્ટના કેન્દ્ર પર દર બીજા ચોથા શનિવારે કેન્સરનું નિદાન

રાજકોટ તા. ૬ :.. શહેરના જરૂરીયાતમંદ નાગરીકોના આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજીક વિકાસ ક્ષેત્રે છેલ્લા ર૦ વર્ષથી કાર્યરત શ્રી પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ, રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત ગુજરાતની નામાંકિત આસ્થા ઓન્કોલોજી એસોસીએટસ હેલ્થકેર ગ્લોબલ (એચસીજી) નાં સંયુકત ઉપક્રમે કેન્સરને નાથવા દર મહિનાના બીજા તથા ચોથા શનિવારે ટ્રસ્ટના ભવન ખાતે કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ, હાથ ધરાયો છે.

પુજીત રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે આ નિદાનની સેવાનો રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છના પેશન્ટ પણ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લાભ લઇ શકશે.

પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ કિલ્લોલ, ૧ મયુરનગર, રાજકોટ મહાનગરપાલિકા પુર્વ ઝોન કચેરી સામે, ભાવનગર રોડ, રાજકોટ (ફોન નં. ર૭૦૪પ૪પ) ખાતે નિઃશુલ્ક કેન્સર નિદાન કરી અપાશે. જેનો સમય સવારે ૧૧ થી ૧ર વાગ્યા સુધીનો રહેશે. રજીસ્ટ્રેશન રૂબરૂ અથવા ફોનથી પણ કરાવી શકાશે.

આ કેમ્પમાં ગુજરાતના સુપ્રતિષ્ઠિત તબીબો ડો. દુષ્યંતભાઇ માંડલીક અને ડો. રશ્મિબેન જૈન શાહ સેવાઓ આપશે.

મોં, ગળુ, જડબુ સહિત તમામ પ્રકારના કેન્સરનું નિદાન કરી અપાશે. જેનો વિનામુલ્યે લાભ લેવા ટ્રસ્ટના ચેરમેન તથા ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણીએ અનુરોધ કર્યો છે. વિશેષ વિગત માટે  ભાવેનભાઇ ભટ્ટ (ફોન ૦ર૮૧ ર૭૦૪પ) નો સંપર્ક કરવા જણાવાયું છે.

(4:50 pm IST)