Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

જન્માષ્ટમીના તહેવારોમાં આજી ડેમે લોકો ઉમટ્યાઃ ગીર્દીનો ગેરલાભ ઉઠાવી વાહન પાર્કિંગના કોન્ટ્રાકટરોએ બેફામ લૂંટ ચલાવીઃ તંત્રએ હાથ ઉંચા કર્યા

રાજકોટઃ. જન્માષ્ટમીના તહેવારો દરમિયાન હરવા-ફરવાના સ્થળોએ શહેરીજનોની ભીડ ઉમટી પડી હતી. શહેરની ભાગોળે આવેલ આજી ડેમ ખાતેના પંડિત દિનદયાલ ઉપાધ્યાય પાર્કમાં પણ લોકો ઉમટી પડયા હતા તે વખતની તસ્વીર. આ દરમિયાન ગીર્દીનો ગેરલાભ ઉઠાવી વાહન પાર્કિંગના કોન્ટ્રાકટરે મુલાકાતીઓ પાસે ડબલ ચાર્જ ઉઘરાવી અને લોકોને લૂંટયા હોવાની ફરીયાદ ઉઠી હતી. આ બાબતે કોર્પોરેશનના અધિકારીએ એવી સ્પષ્ટતા કરી હતી કે, વધુ પૈસા લેતા હોવાની ફરીયાદ ઉઠી હતી તે સિંચાઈ વિભાગ હસ્તક અપાયેલ કોન્ટ્રાકટર સામેની હતી. કોર્પોરેશને આપેલ કોન્ટ્રાકટમાં નિયમ મુજબ પાર્કિંગ ચાર્જ લેવાયો હતો (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨-૧૭)

(4:29 pm IST)