Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

મેળામાં કચરાના ગંજઃ તો બહારની બાજુએ સસ્તામાં લેવા લોકો ઉમટયા

રાજકોટઃ લોકમેળાની પુર્ણાહુતી થઇ, પરંતુ મેદાન સાફ કરતા ત્રણ દિ' નિળકી જશે, એટલો કચરો-ગંદકી-રાજકોટ અને બહારગામની પ્રજાએ ઠાલવી દીધો છે. જયાં જુઓ ત્યાં ટનબંધ કચરો-ગંદકી જોવા મળી રહયા છે. મેદાન હવે ખેદાન મેદાન થઇ ગયું છે. તસ્વીરમાં મોતના કુવા-ફજત ફાળકાનું જે બાંધકામ થયું હતું તે તોડવાનું શરૂ કરાયું તે નજરે પડે છે. બીજી-ત્રીજી અને ચોથી તસ્વીરમાં ગંદકી-કચરાથી ખદબદતું મેદાન અને નીચેની છેલ્લી બે તસ્વીરમાં ગૃહ ઉપયોગી અને બાળકોના રમકડા જે લોક મેળામાં વેચાતા તેના કરતા પણ સસ્તા ભાવે મેળાની બહારની બાજુએ રેસકોર્ષ રીંગ રોડ પર વેચાણ થયું હતું અને તે લેવા રાજકોટની પ્રજાએ દોટ મુકી હતી. લોકો ઉમટી પડયા હતા અને રીંગ રોડ ઉપર મેળો ભરાયો હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૨૦)

(4:29 pm IST)