Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

એસિડીટી- ગેસ- અપચો- કબજીયાત સહિતના પાચનતંત્રના રોગો માટે આયુર્વેદિક કેમ્પ

સુપ્રસિદ્ધિ વૈદ્ય સ્તવન શુકલ વિનામૂલ્યે નિદાન- માર્ગદર્શન આપશેઃ અચૂક લાભ લેવા જેવી તક : સોમ અને મંગળવારે ખાસ કેમ્પઃ ટિકડીઓ લખી આપતા નથીઃ ઔષધી તૈયાર કરીને આપે છેઃ જબરજસ્ત પરિણામો

રાજકોટ તા. ૬ : ચોમાસાની ઋતુમાં મોટા ભાગે જોવા મળતા પાચનતંત્રના રોગોમાં ગેસ, અપચો, એસિડિટી, કબજીયાત વગેરે મુખ્ય છે. ઘણી વખત તેખો તમતમતો ખોરાક ખાવાથી અથવા તો જમ્યા બાદ બેસી રહેવાની કે સુઇ જવાની ટેવને કારણે એસિડિટીની સમસ્યા સતાવતી હોય છે. તેવામાં સૌથી પહેલા તો આ સમસ્યાના કારણો અને લક્ષણો જાણીએ.

એસિડિટી, કબજીયાત થવાના મુખ્ય કારણોમાં ખોરાક અને જીવનશૈલીની અનિયમિતતા મૂળભૂત કારણ છે. ખોરાકમાં આથાવાળા પદાર્થો, બેકરી આઇટમો, તૈલી પદાર્થો, નોનવેજ, ઠંડાપીણા, ધુમ્રપાન મદ્યપાન, શારીરિક શ્રમનો અભાવ જેવા કારણો મુખ્ય છે. આ બિમારીના મુખ્ય લક્ષણોમાં પેટ ભારે લાગવુ, ભૂખ ઓછી લાગવી, પેટ-પડખા-છાતી અને માથામાં દુખાવો, પેટ-છાતી-ગળાના ભાગમાં બળતરા, ખાટા-તીખા ઓડકાર, વાયુ અને મળ પ્રવૃતિ ખુલાસાથી ન આવવી જેવા લક્ષણો રહેલા છે.

રાજકોટના જાણીતા યુવા વૈદ્ય સ્તવન શુકલ કે જેમણે આયુર્વેદની અકસીર ઔષધથી અસંખ્ય દર્દીઓને ઘણી જટીલ બિમારીઓમાંથી સાજા કર્યા છે. તેઓ દ્વારા રાજકોટમાં તેમની કિલનીક, વેદાંત ઔષધાલય, ૯-પ્રહલાદ પ્લોટ, દિગ્જિય રોડ, રાજકોટ ખાતે તા.૧૦ થી ૧ર સપ્ટેમ્બર, ર૦૧૮ દરમ્યાન ઉપર જણાવેલ વ્યાધીના ઉપચાર માટે ઔષધિઓ રાહતદરે ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેમાં નિદાન નિઃશુલ્ક રહેશે. જયારે ઔષધિ માટે ફકત ટોકન ચાર્જ લેવાશે. કેમ્પ દરમિયાન કિલનીકનો સમય સવારે ૯ થી ૧ર-૩૦ અને બપોરે ૪ થી ૭ નો રહેશે. વધુ વિગત માટે મો.૯૮ર૪૦ ૯૦૦૦૮ પર સંપર્ક કરી શકાશે.

તેઓ જે દવાઓ આપે છે. તે બજારમાં મળતી દવાઓ નથી. પરંતુ તેઓ જાતે શાસ્ત્રોકત રીતે તૈયાર કરેલ ઔષધી આપવાના આગ્રહી છે, જે ઘણી અકસીર સચોટ અને અસરકારક છે અને એસિડિટી જેવી વ્યાધીનો જડમૂળથી નાશ થાય છે. તેઓ માને છે કે જે શુદ્ધ ઔષધના મિશ્રણો તેઓ વાપરે છે તે બજારમાં મળવા શકય નથી. તેમના ઔષધ દરેક વ્યાધી માટે રામબાણ ઇલાજ છે. તેઓ એસિડિટી, કબજીયાત વગેરે માટે ચૂર્ણરૂપે ઔષધ આપે છે અને આયુર્વેદ ઉપચાર મુજબની પરેજીઓ સુચવે છે.

તેઓ જાતે જંગલો અને બીજા રાજયોમાં ફરી ઔષધી અને જડીબુટીઓ એકત્ર કરી વિવિધ હઠીલા રોગોની સફળ સારવાર કરે છે. વૈદ્ય સ્તવન શુકલના દાદા અને પરદાદા પણ જાણીતા વૈદ્યરાજ હતા. રાજકોટ અને આસપાસના વિસ્તારના લોકો કે જેમને એસિડિટી, કબજીયાત વગેરેથી પીડાતા હોય તેમને ખાસ માટેની આયુર્વેદિક ઉપચારનો લાભ લેવા તેઓ ઇજન કરે છે.

કલીનીક કેમ્પ સ્થળ

વેદાંત ઔષધાલય, ૯-પ્રહલાદ પ્લોટ, દિગ્વિજયજી રોડ, રાજકોટ સમય સવારે ૧૦ થી ર, વધુ વિગતો માટે મો.૯૮ર૪૦ ૯૦૦૦૮

(4:24 pm IST)