Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

રૂ.૪૬.૩૦ લાખની લેણી રકમ વસુલ કરવા અંગેનો દાવો ડીસમીસ કરતી કોર્ટ

રાજકોટ તા.૬: રૂ.૪૬,૩૦,૦૦૦ની લેણી રકમ વસુલ કરવા અંગેનો દાવો ડીસમીસ કરતો હુકમ કોર્ટ ફરમાવેલ હતો.

આ દાવાની વિગતે રૂ.૪૬,૩૦,૦૦૦નું લેણુ વસુલવા જયંતિભાઇ કાબાભાઇ ભોરણીયા દ્વારા ગોંડલની સીનીયર સીવીલ જજની કોર્ટમાં પટેલ નીતીનભાઇ માવજીભાઇ ગુમાસણા તથા પટેલ બાવાભાઇ માવજીભાઇ ગુમાસણા વિરૂધ્ધ સને-૨૦૦૮માં દાવો કરેલ.

આ દાવામાં પ્રતિવાદી દ્વારા જવાબ વાંધા રજુ કરવામાં આવેલ અને ત્યારબાદ બન્ને પક્ષકારો વાદી તથા પ્રતિવાદીની લેખિત તથા મૌખીક રજુઆતો તથા દલીલો સાંભળ્યા બાદ કોર્ટે વાદીનો સદરહું દાવો ડીસમીસ કરતો હુકમ ફરમાવેલ છે.

આ દાવામાં પ્રતિવાદીઓ પટેલ નીતીનભાઇ માવજીભાઇ ગુમાસણા તથા પટેલ બાવાભાઇ માવજીભાઇ ગુમાસણા વતી રાજકોટના એડવોકેટ રમેશભાઇ એચ.રામાણી, પંકજભાઇ ડી.મકવાણા, દર્શન બી.ભાલોડી, રાજુભાઇ એસ.વાળા વિગેરે રોકાયેલા હતા.(૩.૯)

(4:05 pm IST)