Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

રાજકોટ કન્ઝયુમર પ્રોડકટ ડીસ્ટ્રીબ્યુટર એસોસીએશન દ્વારા રવિવારે મેગા ઇવેન્ટ

રાજકોટ તા. ૬ : સૌરાષ્ટ્ર કચ્છના એફએમસીજી ડીસ્ટ્રીબ્યુટર અને જથ્થાબંધ વેપારીઓ એક મંચ પર આવે તેવા આશયથી રાજકોટ કન્ઝયુમર પ્રોડકટ ડીસ્ટ્રીબ્યુટર એસોસીએશન દ્વારા આગામી તા. ૯ ના રવિવારે રાજકોટ ખાતે હોટલ ગ્રાન્ડ ઠાકરમાં મેગા ઇવેન્ટનું આયોજન કરાયુ છે.

ઇવેન્ટ કંપનીઓ તરફથી ડીસ્ટ્રીબ્યુટરને પડતી મુશ્કેલીઓ તેમજ સામે ડીસ્ટ્રીબ્યુટર તરફથી ઇવેન્ટ કંપનીઓને પડતી મુશ્કેલીઓ સાંભળી સમજી તેનું નિરાકરણ લાવી શકાય તે માટે આ ઇવેન્ટના માધ્યમથી પ્રયાસો શરૂ કરાશે. સાથો સાથ જીએસટી અને ઇ-વે બીલમાં પડતી મુશ્કેલીઓ અંગે પણ માર્ગદર્શન પુરૂ પડાશે.

ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ડીસ્ટ્રીબ્યુટર એસોના નેજા હેઠળ કાર્યરત  આ 'આરસીપીડીએ' સંગઠન દ્વારા આયોજીત મેગા ઇવેન્ટમાં સૌરાષ્ટ્રભરના ડીસ્ટ્રીબ્યુટર અને એફએમસીજીના જથ્થાબંધ વેપારીઓએ ઉપસ્થિત રહેવા પ્રમુખ જીતુભાઇ અદાણીએ અનુરોધ કરેલ છે.

વધુ માહીતી માટે નલીનભાઇ શાહ મો.૯૪૨૯૦ ૯૬૮૩૫, જયેશભાઇ મો.૯૩૭૪૧ ૦૧૯૨, મિતેશભાઇ મો.૯૪૨૮૩ ૪૫૩૮૮ નો સંપર્ક કરવા જણાવાયુ છે. સમગ્ર આયોજન માટે હરીશભાઇ જોશી, જયેશભાઇ કારીયા તેમજ કારોબારી સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:02 pm IST)