Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

સપ્તસૂર ગ્રુપ દ્વારા 'રઘુવંશી સૂર રત્ન સીઝન-૨' જૂના - નવા ગીતોની સ્પર્ધા

રાજકોટ, તા. ૬ : સપ્તસૂર ગ્રુપ સંગીતક્ષેત્રે વર્ષોથી અવનવા કાર્યક્રમો આપતી રહે છે. અંતાક્ષરીની ભવ્ય સફળતાની સાથે એચ.આઈ.વી. એઈડ્ઝના બાળકો માટે સંગીતના કાર્યક્રમોના આયોજન કરેલ. ગણપતિ મહોત્સવ તથા અનેક ઉભરતા કલાકારોને સ્ટેજ આપી પ્રોત્સાહન પુરૂ પાડેલ. જે કલાકારો આજ પોતાના સૂરીલા કંઠથી નામ રોશન કરી રહ્યા છે. આ જ રીતે આ સંસ્થાના પ્રમુખ એડવોકેટ એન્ડ નોટરી શ્રી આસીતભાઈ સોનપાલ દ્વારા રઘુવંશી સૂર રત્ન સીઝન-૨નું આયોજન કરવામાં આવેલ છે.

રઘુવંશી સમાજમાં ભાઈઓ તથા બહેનોમાં ઘણી પ્રતિભા સંગીત ક્ષેત્રે છુપાયેલ છે. આ કલાને બહાર લાવવાના હેતુસર આ સ્પર્ધાનું આયોજન આગામી તા.૩૦ના રવિવારે સાંજે ૪ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવેલ છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ફોર્મ મેળવવા માટે ઓફીસ-૧૦૨, આદિત્ય સેન્ટર, ફૂલછાબ ચોક, સ્ટાર પ્લાઝાની સામેથી મેળવી લેવા. વધુ વિગતો માટે મો. ૯૯૭૯૦ ૩૫૮૬૮ ઉપર સાંજે ૬ થી ૮ દરમિયાન સંપર્ક કરવો.(૩૭.૨૦)

(3:58 pm IST)