Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

નાના વેપારીઓને મેળામાં સમાવાતા ટ્રાફિક સમસ્યા હલ

મેયર બિનાબેન આચાર્યના પ્રયત્ન સફળ

રાજકોટ, તા.૬: રાજકોટ શહેર તથા આજુબાજુના શહેરો જેવા કે, મોરબી, ગોંડલ, વાંકાનેર જેતપુર તેમજ ગ્રામ્ય વિસ્તારોના અસંખ્ય લોકો પણ મન ભરીને આ લોકમેળો માણવા આવે છે.

ત્યારે ચાલુ વર્ષે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૧ થી ૦૫ દરમ્યાન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ગોરસ લોકમેળો-૨૦૧૮ કોઈપણ જાતના અદ્યટિત બનાવ/દ્યટના વગર ખુબ જ આંનદ ઉલ્લાસ સાથે રંગેચંગે પૂર્ણ થયેલ છે. તેમ બેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું.

આ અંગે તંત્રની યાદીમાં જણાવ્યા મુજબ આ અગાઉ દર વર્ષે લોકમેળામાં રેસકોર્ષ રીંગ રોડ ફરતે નાના અને ગરીબ વર્ગના પાથરણાવાળા વેપારીઓ બહાર બેસી, ધંધો કરતા. જેને કારણે રીંગ રોડ પર આવન-જાવન કરતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડતી તેમજ ટ્રાફિકની સમસ્યા પણ ઉદભવતી જેથી આ સમસ્યા નિવારવા મેયરશ્રીએ આ નાના વેપારીઓને પોતાની રોજી રોટી મળી રહે અને ટ્રાફિકની સમસ્યાનો પણ ઉકેલ આવે તે માટે જીલ્લા કલેકટર સહિતના  અધિકારીઓ સાથે ચર્ચા કરી, આવા ૩૫૦ થી ૪૦૦ નાના વેપારીઓને રેસકોર્સની અંદર જ બેસવાની વ્યવસ્થા કરાવવામાં આવેલ જેના કારણે લોકમેળો માણવા માટે પગપાળા ચાલીને આવતા લોકોને ખૂબ જ રાહત મળેલ અને ટ્રાફિકની સમસ્યા પણ ઉદભવેલ નહી.(૨૨.૧૪)

(3:57 pm IST)