Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

સ્વ.કનૈયાલાલ જોષીઃ વેદમંત્રોના પ્રખર જ્ઞાતાને શત્ શત્ વંદન

વેદ મંત્રોના ઉચ્ચારથી માનવ જીવનને સુખાકારી સાંપડે છે તેવું દિવ્ય સંશોધન કરનાર ગોંડલના પૂ. કનૈયાલાલ જોશી બરાબર એક વર્ષ પૂર્વે અચાનક જ તા. ર સપ્ટેમ્બર-ર૦૧૭ ના રોજ લાંબા ગામતરે ચાલી નિકળ્યા...

વેદ મંત્રોના રહસ્યો જેમણે ઉકેલી માનવ જીવનને અઢળક સમૃધ્ધિ આપી છે તેવા આ યુગપુરૂષના વૈદિક  સંશોધનો માટે પદ્મ વિભૂષણ એવોર્ડ પણ ઓછો પડે... ગોંડલના નિવાસી, સ્વ.કનૈયાલાલભાઇને અણધાર્યા ગુમાવ્યાનું દુઃખ હમેશ રહેશે, પરંતુ તેઓ ૧૯ પુસ્તકો દ્વારા વિશ્વને વેદોના રહસ્યો પીરસી ગયા તે અજરાઅમર રહેશે.  જોષી સાહેબ વેદ મંત્રોના રહસ્યો ઉકેલી, ચોકકસ મંત્રો-રૂચાઓનો, લંબાણ પાઠ કરી પોતાના ધર્મપત્નિને કેન્સરના ચોથા સ્ટેજમાંથી બહાર લાવેલા તે વાત મારા સહિત અનેક લોકો જાણે છે. પણ જોષી સાહેબે તેનો કયારેય પ્રસાર નથી કર્યો એ તેમની મહાનતા છે. એ પછી વેદ મંત્રોના શુધ્ધ ઉચ્ચારણો દ્વારા અનેકના જીવન પરિવર્તન થયા છે. દુઃખો દૂર થયા છે. નવાઇની અને આશ્ચર્યની વાત એ છે કે આ તમામ પુસ્તકોની પ્રતો જિજ્ઞાસુઓને શોધી-શોધીને તદ્ન વિનામુલ્યે આપેલ. જીઇબીમાં ચીફ એકાઉન્ટન્ટ પદે રહ્યા છતાં નખશીખ પ્રમાણીકતા અને વૈદિક-જીવન જીવી ગયેલા. આવા સ્વાભીમાની મહામાનવ પૃથ્વી ઉપર કયારેક જ અવતરતા હોય છે. નક્ષત્રો ઉપરનું એમનું સંશોધન પણ ગબજનાક હતું જે અધુરું રહ્રી ગયું...  અગમ-નિગમની દુનિયાનું અપાર ખેડાણ કરનાર કરી રહેલા મારા પરમમિત્ર શ્રી યોગેશભાઇ ઠાકરે મને તેમનો મેળાપ કરાવેલ, જે માટે સદૈવ તેમનો ઋણી રહીશ. શ્રી વિજય કામાણી સાથે તેઓએ કાલા હસ્તેશ્વરની યાત્રા કરેલી અને મને હંમેશા કહેતા કે એકવાર તમને આ યાત્રા કરાવવી છે. એમની સાથે જવાયું નહિ તેનો અફસોસ સદા રહી ગયો છે. તેમની સાથેની  મુલાકાતોમાં હંમેશ સ્વ. રસિકભાઇ બાવલીયા ત્થા વિજય કામાણી મારી સાથે રહ્યા હતાં. આજે પણ જોષી સાહેબના  અવિરત આશિર્વાદની હમેશ અનુભૂતિ કરૃં છું. દાદાના પગલે હવે તેમના પૌત્ર શ્રી કેવલ્ય નયનભાઇ જોષી (મો.૮૦૦૦પ૧૦૮૦૦)પણ આધ્યાત્મની દુનિયામાં આગળ વધી રહ્યા છે. કિરીટભાઇ, અજીતભાઇ અને અકિલા પરિવારના આ યુગપુરૂષને સત્ સત્ વંદન...)

(12:24 pm IST)