Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ઘંટેશ્વર રપ વારીયા કવાર્ટર પાસેથી વિજય અને રવિ તલવાર-છરી સાથે પકડાયા

રાજકોટ તા. ૬ :.. ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ. ખોડુભા જાડેજા, ગોપાલભાઇ પાટીલ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે જામનગર રોડ ઘંટેશ્વર રપ વારીયા કવાર્ટર પાસેથી વિજય રમેશભાઇ પરમાર (ઉ.ર૧) (રહે. જેતપુર હાલ ઘંટેશ્વર રપ વારીયા કવાર્ટર નં. ૭૪૪) ને તલવાર સાથે અને રવી અરવિંદભાઇ મકવાણા (ઉ.ર૦) ને છરી સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:06 pm IST)
  • 2001 ના રોજ યુએપીએ હેઠળ પ્રતિબંધિત આઉટફિટ સિમીના સભ્ય હોવાના આરોપસર સુરતમાં ધરપકડ કરાયેલા 122 લોકોને ગુજરાત કોર્ટે નિર્દોષ જાહેર કર્યા : કોર્ટનું કહેવું છે કે પ્રોસેક્યુશન 'આકસ્મિક, વિશ્વાસપાત્ર અને સંતોષકારક' પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયું છે. access_time 6:04 pm IST

  • ટીમ ઈન્ડિયા ૩૬૫ રનમાં ઓલઆઉટઃ સુંદર (૯૬ રન નોટઆઉટ) સદી ચૂકયો : ૧૫૮ રનની મહત્વની લીડ : અમદાવાદ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ૧૧૪.૪ ઓવરમાં ૩૬૫ રન બનાવી ઓલઆઉટ થયુ છે : સુંદર અને અક્ષર પટેલે શાનદાર બેટીંગનું પ્રદર્શન કરી ભારતને વિનીંગ પોઝીશનમાં લાવી દીધુ છે : કમનસીબે અક્ષર પટેલ ૪૩ રને આઉટ થયા બાદ ઈશાંત અને સિરાજ પણ આઉટ થઈ ગયા હતા : સુંદર સદી ચૂકી જતા નિરાશ થયો હતો તે ૯૬ રને નોટઆઉટ રહ્યો હતો : ઈંગ્લેન્ડના બોલરો સ્ટોકસ ૪, ઍન્ડરસન ૩, લીચને ૨ વિકેટ મળી છે : ભારતને ૧૫૮ રનની મહત્વની લીડ મળી છે access_time 11:35 am IST

  • ૧૧ થી ૧૫ માર્ચ ગાંધીનગરમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક : ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ૧૧ થી ૧૫ માર્ચ સુધી ગાંધીનગર ખાતે મળશે તેમ જાણવા મળે છે access_time 3:29 pm IST