Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

શાળા-કોલેજોનું શૈક્ષણિક કાર્ય ઓનલાઇન કરોઃ છાત્ર યુવા સંઘર્ષ સમિતિનું કલેકટરને આવેદન

રાજકોટ, તા. ૬ : છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ કલેકટરને આવેદન પાઠવી રાજયભરમાં કોરોનાના કેસમાં દિવસને દિવસે વધારો થવાથી શાળા કોલેજોનું શૈક્ષણિક કાર્ય ઓનલાઇન કરવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેરાયું હતું કે, ગુજરાત રાજયમાં પણ દિવસેને દિવસે કોરોનાના કેસોમાં મોટાપાયે વધારો થઇ રહ્યો છે, તેની સાથોસાથ ઓમીક્રોજ જેવા કોરોનાના નવ ખતરનાક વેરિએન્ટના કેસ પણ આવી રહ્યા છે. અઠવાડિયા પહેલા રાજયભરમાંૈ ર૪ કલાકમાં આશરે ર૦૦ કેસ આવતા જયારે હાલ ર૦૦૦+ કેસ નોંધાય રહ્યા છે, જેથી કહી શકાય કે હાલમાં રોજ આવતા કોરોના કેસમાં ખુબ ઝડપથી વધારો થઇ રહ્યો છે. જેમાં ઘણા વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થયેલા છે. તેની સામે કેન્દ્ર સરકાર દ્વારા ૧પ થી ૧૮ ના તરૂણોનું રસીકરણ શરૂ થયેલ છે એ ખુબ સારી વાત છે પરંતુ અત્યાર સુધીમાં શાળા-કોલેજના ઘણા વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ પણ સંક્રમિત થયા છે અને જો આમ જ શૈક્ષણિક કાર્ય પ્રત્યક્ષ રીતે થશે, તો વધુ વિદ્યાર્થીઓમાં સંક્રમણ ફેલાવાનો મોટાપાયે ભય દેખાય છે. શાળા-કોલજના વિદ્યાર્થીઓમાં ફેલાતુ કોરોના સંક્રમણ એ શિક્ષણ જગત માટે તેમજ વાલીઓ માટે ચિંતાનો વિષય છે. કેમ કે જેની સીધી અસર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર પડે એમ છે. તેથી અમો છાત્ર યુવા સંઘર્ષ સમિતિની સ્પષ્ટ માંગ છેકે, તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના આરોગ્ય હિતને ધ્યાને રાખીને શાળા-કોલેજમાં ઓફલાઇન શિક્ષણ ૧પ થી ૩૦ દિવસ બંધ કરીને ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓમાં સંક્રમણ ન ફેલાય.

(3:03 pm IST)