Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

સ્માઇલ કરાઓકે કલબ દ્વારા સંગીતના સથવારે નવાવર્ષના વધામણા

રાજકોટ : સ્માઇલ કરાઓકે કલબના કિશોરભાઇ મંગલાણીના સંગીત ગ્રુપ દ્વારા કરાઓકે સંગીતના સથવારે નવા જુના હિન્દી ફિલ્મી ગીતોની મહેફીલ યોજી નવા વર્ષના વધામણા કરવામાં આવ્યા હતા. રૂષભ વાટીકાના આંગણે યોજાયેલ આ મદમસ્ત કાર્યક્રમમાં કિશોરભાઇ મગલાણી, જૈન અગ્રણી ચંદ્રકાન્તભાઇ શેઠ, ડો. દિનેશભાઇ શ્રીમાંકર, શ્રીમતી મમતાબેન મંગલાણી, ડો. શ્રીમતી રંજનાબેન શ્રીમાંકર, જીતેન્દ્રભાઇ ભટ્ટ, શ્રીમતી ગીતાબેન ભટ્ટ, શ્રીમતી હીનાબેન કોટડીયા, સાધનાબેન વિભાકર, નિલેશભાઇ મંગલાણી, પંકજભાઇ ઝીબા, સુરેશભાઇ વાસદાણી, અશોકભાઇ ચંદ્રવાડીયા વગેરે કલાકારોએ કંઠના કામણ પાથર્યા હતા. અહીં કલા રજુ કરનારાઓમાં કોઇ ડોકટર, કોઇ એન્જીનીયર, કોઇ બિલ્ડર તો કોઇ વકિલ અને કોઇ સામાજીક મોભો ધરાવનાર આગેવાનો હતા. મતલબ વિવિધ ક્ષેત્રોમાં વ્યવસાયીક જવાબદારી સાથે અહીં સંગીત સાધનામાં પણ પોતાનું વજન બતાવવા સરસ પ્રયાસ થયો હતો. સમગ્ર સંચાલન ડો. શ્રીમાંકરે સંભાળ્યુ હતુ. કાર્યક્રમ બાદ સૌ માટે ભાવતા ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી.

(3:02 pm IST)