Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

કાલથી રેસકોર્ષના મેદાનમાં 'અર્બન વિવાહ'

ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ જવેલરી, વેડીંગ સાડી, ફેશનવેર, હોમ એપ્લાયન્સ સહિત ૧૦૦થી વધુ સ્ટોલ્સમાં ૧૦ હજાર પ્રોડકટસનો ખજાનો

રાજકોટઃ શહેરના રેસકોર્ષના મેદાનમાં મશહુર વેડિંગ અને લાઈફસ્ટાઈલ એકઝીબીશન 'અર્બન વિવાહ' યોજાઈ રહ્યું છે. જેમાં ગોલ્ડ- સીલ્વર તથા ડાયમંડ જવેલરીથી લઈને બ્યુટી પાર્લર સહિતની તમામ શુભ તથા લગ્નસરા પ્રસંગોની ખરીદી માટેની તમામ પ્રોડકટ્સ મળી રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.

આ એકઝીબીશનમાં ગોલ્ડ/ સીલ્વર તથા ડાયમંડ જવેલરી, વેડિંગ સાડી, ફેશન વેર, ડિઝાઈનર વેર, શુટ અને શેરવાની, વેડિંગ એસેસરીઝ, શુઝ / ફુટવેર, હેન્ડલુમ / હેન્ડીક્રાફટ, કોસ્મેટીક, અવનવી ડિઝાઈનમાં લાસા, શરારા, ચણીયા/ ચોલી, પંજાબી શુટ, કુર્તી, વેર્સ્ટન વેર તથા હોમ એપ્લાયન્સ, આયુર્વેદ, હર્બલ પ્રોડકટ, બેડશીટ તથા કીચનવેર ઉપરાંત વીડીયોગ્રાફી, ફોટોગ્રાફી, મેરેજબ્યુરો, કેટરર્સ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની માહિતી માટે પણ પ્લાનર મળી રહેશે. તેમ જણાવ્યું છે.

આ એકઝીબીશનનું ભવ્ય આયોજન રાજકોટની જાણીતી ઈવેન્ટ મેનેજમેન્ટ સંસ્થા રેઈઝ કોમ્યુનિકેશન્સ દ્વારા તા.૭ થી ૯ જાન્યુ. (શુક્ર થી રવિ) સવારે ૧૦ વાગ્યાથી રાત્રીના ૯ વાગ્યા સુધી કરાયું છે.

વધુ વિગત માટે મો.૯૦૩૩૩ ૯૯૯૮૨, મો.૮૧૨૮૧ ૨૮૧૧૦.

આ એકઝીબીશનમાં કોવિડ-૧૯ સેફટીની સરકારશ્રીની દરેક સુચનાઓને ધ્યાનમાં રાખીને ચુસ્તપણે કરવામાં આવશે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(11:49 am IST)