Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

રાજકોટમાં કોરોનાએ માઝા મૂકી : બપોરથી સાંજ સુધીમાં નવા 141 પોઝિટિવ કેસ નોંધાયા : લોકોમાં વધ્યો ફફડાટ : આજે એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી : હાલમાં 412 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ :  રાજકોટમાં કોરોનાએ માઝા મૂકી છે,શહેરમાં  બપોરથી સાંજ સુધીમાં નવા 141 પોઝિટિવ કેસ નોંધાયા છે કોરોના કેસમાં જબરો ઉછાળો નોંધાતા લોકોમાં ફફડાટ વધ્યો છે આજે એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી, હાલમાં 412 દર્દીઓ સારવાર હેઠળ  છે
રાજકોટ મનપાની યાદી મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરના 12:00 વાગ્યાથી સાંજ સુધીમાં કુલ 141 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે.  

રાજકોટ શહેરના કુલ કેસની વિગત આ મુજબ છે.
કુલ કેસ –43411
સારવાર હેઠળ - 412
આજના ડિસ્ચાર્જ -00

(8:10 pm IST)