Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

નિર્મલા સ્કુલની દીકરીઓએ પ્રવાસની મજા માણી

ઋષી કેશ, હરીદ્વાર, દહેરાદુન, દિલ્હી સહિતના સ્થળોએ ૧૧ દિવસનો પ્રવાસ ટ્રેકીંગ પણ કર્યું: મ્યુઝીયમની પણ મુલાકાત લીધી

રાજકોટઃ રાજકોટ- સૌરાષ્ટ્રની દિકરીઓ માટેની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા એવી નિર્મલા સ્કુલની ધો.૧૦ (સીબીએસઇ બોર્ડ)ની વિદ્યાર્થીઓએ વિવિધ શહેરોના પ્રવાસની મજા માણી હતી. ૧૧૭ વિદ્યાર્થીનીઓ સાથે ૭ શિક્ષકો પણ જોડાયા હતા.નિર્મલા સ્કુલની વિદ્યાર્થીઓએ જણાવેલ કે ઋષિકેશ, હરીદ્વાર, અવલી, દહેરાદુન,  મસુરી  દિલ્હી તેમજ વેલ્યુ ઓફ ફલાવર્સમાં ટ્રેકીંગ પણ કર્યું.આ ઉપરાંત ઇન્ડયાગેઇટની બાજુમાં આવેલ શહિદોનું મ્યુઝીયમ તેમજ દહેરાદુનમાં પણ ફોરેસ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયુટમાં મ્યુઝીયમ નિહાળી અભીભુત થયા હતા. જયારે વેલ્યુ ઓફ ફલાવર્સમાં ટ્રેકીંગ પણ કરેલ હતુ.ઉલ્લેખનીય છે કે નિર્મલા સ્કુલ દ્વારા  દર વર્ષે વિદ્યાર્થીઓ માટે પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. દીકરીઓ પ્રવાસમાં વાલીઓ વગર કેવી રીતે રહી શકે તેનો અનુભવ માણે છેનિર્મલા સ્કુલની વિદ્યાર્થીનીઓ પલ કોઠારી, દ્વિજા દવે, ધ્વની ગુસાણી, ભકિત સાકરીયા, વિરા માંકડ તેમજ સિસ્ટર સિન્જા જોસેફ અને શિક્ષકો બોનિટા, ફર્નાન્ટીઝ, રિધ્ધી ગજજર, વંદના મહેતા, લીના મેથ્યુ, દેવાંગી ડાભી અને દિવ્યા સુર્યવંશી, પ્રવાસમાં જોડાયા હતા. ઉપરોકત પ્રથમ  તસ્વીરમાં પ્રવાસની મજા માણી રહેલ. વિદ્યાર્થીનીઓ તેમજ બાજુની તસ્વીરમાં અકિલા પરિવારના  મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા નિર્મલા સ્કુલની વિદ્યાર્થીઓને શુભાશીષ પાઠવતા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:11 pm IST)