Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર નુરમામદ કલોલાને સર્કિટ હાઉસ પાસેથી પકડાયો

રાજકોટ : શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, તથા જોઇન્ટ કમિશનર અજય ચોૈધરીની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ.એમ. ગઢવી ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પી.એમ. ધાખડા, એ.એસ.આઇ વિજયસિંહ ઝાલા, હેડ કોન્સ. પ્રતાપસિંહ, ફીરઝભાઇ શેખ, યોગેન્દ્રસિંહ જાડેજા, અમીતભાઇ, સોકતભાઇ, યોગીરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. અમીતભાઇ, યોગેન્દ્રસિંહ તથા યોગીરાજસિંહને મળેલી બાતમીના આધારે સદર બજાર નજીક સર્કિટ હાઉસ પાસેથી જુરમામદ દોસ્તઅલી કલોલા (ઉ.વ.૨૦), (રહે. રસુલપરા શેરી નં.-૩ ભાડાના મકાનમાં મુળ માળીયા હાટીના) ને પકડી લીધો હતો. આ શખ્સ વેરાવળમાં ફીસીંગ બોટના ડેલામાંથી રૂા ૪૨ હજારની ચોરીના ગુન્હામાં ફરાર હતો. તે અગાઉ જુનાગઢ મોબાઇલ ચોરીના ગુન્હામાં પકડાઇ ચુકયો છે.

(4:11 pm IST)