Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ચાઈલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ દ્વારા સ્લમ વિસ્તારમાં જનજાગૃતિ કાર્યક્રમ

રાજકોટઃ 'મહાત્મા ગાંધીજીનાં ૧૫૦માં જન્મ પર્વ નિમિત્તે' રાજકોટ ચાઇલ્ડ હેલ્પલાઇન શહેરનાં ૧૫૦ ફુટ રીંગ રોડ પરના સ્લમ એરીયામાં અવેરનેસ કાર્યક્રમ થયો હતો. મહાત્મા ગાંધીજીની વેશભૂષામાં ચાર બાળ ગાંધીજી દ્વારા બાળકોને તથા વિસ્તારનાં લોકોને ચાઈલ્ડ હેલ્પલાઇનની સેવા તથા સ્વચ્છતા અંગે પેમ્પલેટ વિતરણ કરી જાગૃત કરાયા હતા. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન) અંતર્ગત 'અંગિકાર કેમ્પેઇન' હેઠળ સરકારી આવાસ તથા તે સંબંધી વિવિધ સરકારી યોજનાઓ વિશે લોકોને માહિતી આપવામાં આવી અને તેનો લાભ લેવા જાહેર અપીલ કરવામાં આવી હતી. રાજકોટ ચાઇલ્ડ હેલ્પલાઇનનાં સેન્ટરો કો-ઓર્ડિનેટર નિરદભાઇ ભટ્ટ દ્વારા બાળકો તથા વાલીઓને ચાઇલ્ડલાઇન ૧૦૯૮ સેવા, તેની કાર્ય પધ્ધતિ અને કાર્યક્ષેત્રની વિગતો આપવામાં આવેલ તેમજ રૂડાનાં અધિકારીઓ સોશ્યિલ ડેવલોપમેન્ટ સ્પેશિયાલિસ્ટ મિતેશભાઇ ગજ્જર દ્વારા સરકારી આવાસ સંબંધી યોજનાઓ અને તેની કાર્યપ્રક્રિયા અંગે તથા હાઉસીંગ ફાઇનાન્સ એન્ડ પોલીસી સ્પેશિયાલીસ્ટ મીતભાઇ રાચ્છ દ્વારા 'અંગિકાર કેમ્પેઇન' અંતર્ગત વિવિધ સંદર્ભિત સરકારી યોજનાઓ સ્વચ્છ ભારત મિશન, આયુષ્માન ભારત, ઉજ્જવલા યોજના, જળ સંરક્ષણ, વૃક્ષારોપણ, ઉર્જા સંરક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, પર્યાવરણ સુરક્ષા જેવી યોજનાઓ સાથે કચરાનાં નિકાલની પધ્ધતિ, ્પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ પર નિયંત્રણ મર્યાદિત વીજ વપરાશ તેમજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ઓયા વીજ વપરાશ તેમજ વધુ પ્રકાશ અને ગુણવત્તાયુકત એલ.ઇ.ડી.લાઇટ-બલ્બનાં ઉપયોગ વગેરે મુદાઓ સંબંધી વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી આપીને લોકોને જાગૃત કરેલ. સમગ્ર કાર્યક્રમ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ શ્રીમતી અંજલીબેન રૂપાણી, ડો.મેહુલભાઇ રૂપાણી (પ્રોજેકટ ડાયરેકટર-સીટી ચાઇલ્ડલાઇન) મહેશભાઇ ભટ્ટ (પ્રોજેકટ ડાયરેકટર-રેલ્વે ચાઇલ્ડલાઇન), અમીનેશભાઇ રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટ તથા રાજકોટ ચાઇલ્ડહેલ્પલાઇનનાં કો-ઓર્ડિનેટર નિરદભાઇ ભટ્ટ, ટીમ મેમ્બર્સ પ્રવિણભાઇ ખોખર, ધાનીબેન મકવાણા સહિતની ટીમ ઉપસ્થિત રહેલ. આ ચાઇલ્ડલાઇન ૧૦૯૮ પ્રોજેકટ અચાનાક સંકટાવસ્થામાં મૂકાયેલ બાળકો કે જેન જાળવણી અને સુરક્ષાની જરૂરીયાત છે તેવા તમામ બાળકો માટેની ૨૪ કલાક (દિવસ તેમજ રાત્રી)ને ટોલ ફ્રી-મફત રાષ્ટ્રીય ફોન તેમજ આઉચરીચ સેવા છે. રાજકોટ ખાતે શહેર તેમજ રેલ્વે જંકશન ખાતે શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટનાં નેજા હેઠળ આ ચાઇલ્ડલાઇન ૧૦૯૮ પ્રોજેકટ કાર્યરત છે. આ પ્રોજેકટ અંતર્ગત વધારે ને વધારે લોકો આ ટોલ ફ્રી નં.૧૦૯૮(દસ-નવ-આઠ)થી પરિચિત થાય અને ખાસ કરીને બાળકો તેના ઉપયોગ અંગે જાગૃત બને તે હેતુસર અમારી સંસ્થા દ્વારા વિવિધ અવેરનેસ કાર્યક્રમો યોજવામાં આવે છે. વિશેષ વિગત માટે ફોન નં.૦૨૮૧-૨૭૦૧૦૯૮ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:05 pm IST)