Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

માન મર્યાદાના સૌરંગે રંગાય પંચાયતનગરની શોભા બની ધોળકિયા સ્કૂલ્સની નવરાત્રી

રાજકોટઃધોળકિયા સ્કૂલ્સ પ્રાચીન નવરાત્રી મહોત્સવમાં છઠ્ઠા નોરતે શ્રી કૃષ્ણકાંત અને શ્રી જીતુભાઈની ઉપસ્થિતિમાં છઠ્ઠા નોરતે કાત્યાયનીની ભકિત આરાધના કરવા પંચાયતનગરના ચાચર ચોકમાં ડેપ્યુટી કલેકટર અને જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી શ્રી એન. આર. ધાધલ , મામલતદાર શ્રી નિલેશ ભાઈધ્રુવ સહપરિવાર તથા બિલ્ડર જયેશભાઈ વ્યાસ તથા લુક એન્ડ લર્ન આગેવાનો ઉપસ્થિત રહેલ.ગરબી મંડળની તમામ બાળાઓને રોજ અવનવો નાસ્તો, તેમને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જાહેર જનતા માટે પાણીની તેમજ પાર્કિંગની વ્યવસ્થા,સીકયોરીટી સાથે ૩૦* ૫૦ના વિશાળ સ્ટેજ પર કનૈયા, મોરલીવાળા રે, પાઘડી વાળા, ધોળકિયા સ્પેશિયલ, મોગલ રાસ, કચ્છમાં અંજાર મોટા શહેર, પાણી ગ્યાતારે, એક વણઝારી ઝૂલણ, અડીંગા રાસ જેવા અદ્વિતીય રાસ ગરબાની રમઝટ છઠ્ઠા નોરતે પણ કાયમ રહી હતી.

સરકારશ્રીના ''સ્વચ્છ ભારત સુંદર ભારતના'' મિશન પર ભાર મૂકતા જે કાર્ય હું કે તમે એક વ્યકિતથી શકય ન બને તેવી સહિયારા મિશનની અજોડ અને સમજદારી ભરી વાતો ગરબી મંડળના એન્કરશ્રી શાલીનસર દ્વારા ઉપસ્થિત પ્રજાજન સમક્ષ રજૂ કરવામાં આવી હતા.

(3:42 pm IST)