Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

વિજયભાઇનો વિજયોત્સવઃ રાજકોટને રર૩.૬ર કરોડનાં વિકાસ કાર્યોની ભેટ

દશેરાએ મ્યુ. કોર્પોરેશન-રૂડાનાં વિવિધ પ્રોજેકટોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરશે મુખ્યમંત્રીઃ તંત્ર દ્વારા તડામાર તૈયારી

રાજકોટ, તા., ૫: મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ મંડળ સત્ત્।ામંડળ દ્વારા તા.૦૮ વિજયાદશમીના શુભ દિને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે જુદા જુદા વિવિધ પ્રોજેકટનુ લોકાર્પણ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે. તા.૦૮ મંગળવાર સવારના ૧૦ કલાકે યોજાનારા કાર્યક્રમનો સંયુકત ડાયસ કાર્યક્રમ સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં પેન્ટાગોન એપાર્ટમેન્ટ સામે, રાખવામાં આવેલ છે. તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, બાંધકામ સમિતિ ચેરમેન મનિષભાઈ રાડીયા, હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર એક સંયુકત યાદીમાં જણાવ્યુ છે.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, શાસક પક્ષ પૂર્વ નેતા રાજુભાઈ બોરીચા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક અજયભાઈ પરમાર, વિગેરે ઉપસ્થિત રહેશે. (૪.૧૩)

વિવિધ વિકાસ કામોના લોકાર્પણ  તથા ખાતમુહૂર્તની વિગત

        રાજકોટ મહાનગરપાલિકા

વોર્ડ નં.૧૧ મવડી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના

સ્માર્ટ ઘર ૧-૨-૩ હેઠળ નિર્માણ પામેલ ૨૧૭૬ આવાસો ૧૬૨.૧૮ કરોડ

રાજકોટ શહેરી વિકાસ સતામંડળ

વાવડી વિસ્તારની ભૂગર્ભ ગટર યોજના   ૧૨.૬૨ કરોડ

માધાપર ચોકથી માલિયાસણ ચોક સુધી નિર્માણ પામેલ

સેન્ટ્રલ લાઈટીંગ (એલ.એ.ડી.)નુ લોકાર્પણ       ૪.૧૦ કરોડ

મોટામવા ટી.પી. ૯માં નિર્માણ પામનાર ૧૯૨ આવાસો

તથા રૈયા ટી.પી. ૦૧માં ૧૨૮ આવાસો   ૪૪.૭૫ કરોડ  કુલ રૂ. ૨૨૩.૬૨ કરોડ

(3:40 pm IST)