Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

પાર્શ્વનાથ કો.ઓપ. બેંકની ૨૩મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન

શહેરની સુપ્રસિદ્ધ પાર્શ્વનાથ કો-ઓપ. બેંક લી.ની ૨૩મી વાર્ષિક સાધારણ સભા તા. ૨૫ના રોજ મળી હતી. બેંકના ચેરમેન પિયુષભાઈ મહેતાએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ સભાસદોને આવકાર્યા હતા અને બેંકની પ્રગતિનો અહેવાલ રજુ કરતા જણાવ્યુ હતુ કે મંદીના માહોલમાં પણ બેંકે ઝીરો એનપીએથી સિદ્ધિ જાળવી રાખી છે. બેંકે વધુ મજબૂતાઈ પણ હાંસલ કરી છે. આ વર્ષે પણ બેંક સભાસદોને ૧૨ ટકા ડીવીડન્ડ ચુકવશે. આપણી બેંક સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ અને કોર બેંકીંગ સીસ્ટમ છે. અત્યંત સહેલાઈથી બેંકમાં તમામ પ્રકારની લોન સુવિધા ઉપલબ્ધ છે. બેંકની પ્રગતિના આંકડા ચેરમેન પિયુષભાઈ મહેતાએ રજુ કરતા ઉપસ્થિત સભાસદોએ હર્ષભેર વધાવ્યા હતા. સામાન્ય સભામાં વાઈસ ચેરમેન ઘનશ્યામભાઈ ધોળકીયા, ડીરેકટરશ્રીઓ સર્વશ્રી હરેશભાઈ વોરા, નલીનભાઈ ઝવેરી, સુભાષભાઈ બાવીશી, ચંદ્રેશભાઈ મહેતા, સમીરભાઈ પટેલ, ફેનીબેન પારેખ, છાયાબેન ગોહેલ, અનિલભાઈ દેસાઈ, ધ્રુવિકભાઈ ઘનશ્યામભાઈ તળાવીયા ઉપસ્થિત રહ્યા હતા. સભાનુ સમગ્ર સંચાલન જનરલ મેનેજર શ્રી ભાવેશભાઈ મોદીએ કર્યુ હતું. શ્રી પાર્શ્વનાથ કો-ઓપ. બેંક અવિરત પ્રગતિ કરતી હોઇ બેંકની પ્રગતિના અહેવાલ બાદ ચેરમેન પિયુષભાઇ મહેતા (મો.નં. ૯૮૨૫૦ ૭૫૬૫૫) પર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(3:39 pm IST)