Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

સીંગતેલમાં વધુ ૧૫ રૂ.નું ગાબડુઃ સપ્તાહમાં ડબ્બે ૬૫ રૂ. ઘટી ગયા

રાજકોટ, તા. ૫ :. નવી મગફળીની આવકોના પગલે સીંગતેલમાં ગાબડાનો દૌર યથાવત રહ્યો છે. આજે વધુ ૧૫ રૂ.નો ઘટાડો નોંધાયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં મગફળીની આવકો વધતા સ્થાનિક બજારમાં સીંગતેલના ભાવો સતત તૂટી રહ્યા છે. આજે વધુ ૧૫ રૂ.નો ઘટાડો થયો છે. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)ના ભાવ ૧૦૦૦ રૂ. હતા તે ઘટીને આજે બપોરે ૯૮૫ રૂ. થઈ ગયા છે, જ્યારે સીંગતેલ નવા ટીનના ભાવ ૧૮૨૦થી ૧૮૭૦ રૂ. હતા તે ઘટીને ૧૮૦૫થી ૧૮૫૫ રૂ. થયા હતા.

ચાલુ સપ્તાહમાં મંદીના પગલે સીંગતેલ ડબ્બે ૬૫ રૂ.નો તોતીંગ ભાવ ઘટાડો થયો છે. આગામી દિવસોમાં હજુ પણ ભાવો ઘટશે તેવો વેપારી સૂત્રોએ નિર્દેશ આપ્યો હતો.

(3:39 pm IST)