Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ગુરૂવારે સ્વ.રામદેવસિંહજી જાડેજાની સ્મૃતિમાં મહારકતદાન શિબિર

સ્કોડાના શોરૂમ ખાતે ૩૮મી શિબિર યોજાશેઃ અગાઉ ૧ લાખથી વધુ રકતદાતાઓએ રકતદાન કર્યુ છેઃ જગતસિંહ જાડેજા દ્વારા આયોજન

રાજકોટ, તા., ૫: રીબડાના સ્વ.રામદેવસિંહજી એમ.જાડેજાની પુણ્ય સ્મૃતિમાં તા. ૧૦ ઓકટોબરના સ્કોડાના શો રૂમ ખાતે મહારકતદાન કેમ્પ યોજવામાં આવ્યો છે.

રીબડાના માજી સરપંચ જગતસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૩૭ રકતદાન શીબીર યોજવામાં આવી છે. જેમાં  ૧,૦૧,૩પ૦  રકતદાતાઓએ રકતદાન કર્યુ છે. રકતદાનમાંથી એકત્ર થયેલ રકત કેન્સર, થેલેસેમીયા તથા ડાયાલીસીસના ર૦૦ દર્દીઓ દતક લેવામાં આવ્યા છે. મારા જયેષ્ઠ ભ્રાતા સ્વ.શ્રી રામદેવસિંહજી જાડેજાની  સ્મૃતિમાં વર્ષમાં બે વખત રકતદાન કેમ્પ યોજવામાં આવે છે.

જગતસિંહજી જાડેજાએ વધુમાં જણાવેલ કે કોઇ સ્વજનને શબ્દો શાબ્દીક કે ભૌતીક સંપત્તિમાંથી કંઇક આપી શ્રધ્ધાસુમન વ્યકત કરે છે પરંતુ કુદરતી સંપતી એ મનુષ્ય દેહ છે. સ્વજનના સ્મરણાર્થે તેમાંથી અન્ય માટે કંઇક આપીએ તો તેનાથી વિશેષ કોઇ ભાવાંજલી ન હોઇ શકે. ૩૮ મી રકતદાન શીબીર તા.૧૦-૧૦-૧૯ના ગુરૂવારે સ્કોડાના શો રૂમ, કિસાન પેટ્રોલ પંપ પાસે, કાંગશીયાળી રાજકોટ ખાતે સવારે ૬ થી ર સુધી રાખેલ છે. આ રકતદાન શીબીરમાં એકત્ર થતું રકત જીંદગીના છેલ્લા શ્વાસ સુધી જરૂરીયાત મંદ ગરીબ દર્દીઓને નિઃશુલ્ક પુરૂ પાડવામાં આવે છે.

(3:38 pm IST)