Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

રોયલ રજવાડી રાસોત્સવમાં ગાયકોની ટીમના સથવારે ધૂમ મચાવતા ખેલૈયાઓ

રાજકોટ : શહેરમાં કર્ણાવતી પાર્ટી પ્લોટ માં ચાલી રહેલ રોયલરજવાડી દાંડીયારાસ માં શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, ડીસીપી રવિમોહન સૈની, એસીપી શ્રી જયદીપસિંહ સરવૈયા, પીઆઇ શ્રી હિતેશ ગઢવી, પીઆઇ શ્રી વી.એસ.વણઝારા સહિતની ટીમે હાજરી આપી પોલીસ એક પ્રજાનો મિત્ર છે તેવો સંદેશો પાઠવ્યો હતો.

રોયલરજવાડી ગ્રુપમાં એન્કર તરીકે પત્રકાર ઋષિ દવે તેમજ સિંગર તરીકે દાંડીયા કિંગ સિંગર ડો.હેમંત જોશી, જલ્પા જોશી, સંદીપ પ્રજાપતિ, સ્મિતા આશરા પોતાની ગાયકી થી ધૂમ મચાવી રહ્યા છે. કુલ ૫ હજારથી વધુ ખેલૈયાઓ રોયલરજવાડી રાશોત્સવમાં રમી રહ્યા છે. રોયલરજવાડી ના લિડીગ સિંગર ને આયોજકો વિજયસિંહ જાડેજા, કલાભાઈ તરફથી એકિટવા ભેટમાં આપવામાં આવ્યુ હતું.

રોયલરજવાડી ગ્રુપ માં ભૈરવી રાગ માં પીએચડી થયેલ સિંગર ડો.હેમંત જોશી પોતાની ગાયકીથી જમાવટ કરી રહ્યા છે. આ રાસોત્સવમાં આયોજક વિજયસિંહ જાડેજા, રક્ષિતભાઈ કલોલા, મનીષ પ્રજાપતિ , કલાભાઈ, જે.પી હિરાણી સહિતના આયોજકોની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

(3:37 pm IST)