Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ગંદકી અંગે એરઇન્ડિયાને નોટીસ ફટકારતુ કોર્પોરેશન

ઢેબર રોડ પર આવેલા કંપનીના ખુલ્લા પ્લોટમાં અસહ્ય ગંદકીના ગંજ થઇ જતા દુર્ગંધ ફેલાઇ રહી છે લોકોની ફરિયાદ બાદ સ્થાનિક કચેરીને નોટીસઃ સફાઇ કરાવી પ્લોટની ફરતે દિવાલની સુરક્ષા કરવા કંપનીએ ખાત્રી આપી

રાજકોટ તા. પ : શહેરમાં આવેલા એરઇન્ડીયા કંપનીના ખૂલ્લા પ્લોટમાં અસહ્ય ગંદકી સબબ આ સરકારી કંપનીને મ્યુ.કોર્પોરેશને નોટીસ ફટકારાઇ છે.

આ અંગે સતાવાર પ્રાપ્ત વિગતો મુજબ થોડા દિવસ અગાઉ કલેકટર કચેરીમાં યોજાયેલ મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જાગૃત નાગરીક દ્વારા ફરિયાદ રજુ કરાયેલ જેમાં જણાવાયેલ હનુ કે શહેરના ઢેબર રોડ ઉપર આવેલ. એરઇન્ડિયા કંપનીનો ખુલ્લો પ્લોટ અસહ્ય ગંદકીથી ખદબદે છ.ે જેની દુર્ગંધથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. અહી એઠવાડ-કચરો વગેરેના ગંજ જામ્યા છે જેથી માખી-મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છ.ે ત્યારે આ ખૂલ્લા પ્લોટની ગંદકી દુર કરવા કાર્યવાહી કરવા માંગ ઉઠાવાઇ હતી.

દરમિયાન આ ફરિયાદ મ્યુ. કોર્પોરેશનના સોલીડવેસ્ટ વિભાગને મોકલી અપાતા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે આ પ્લોટ એરઇન્ડીયાની માલીકીનો હોઇ કંપનીની સ્થાનિક કચેરીને તેઓના પ્લોટમાંથી ગંદકી દુર કરાવવા  અને સફાઇ કરાવી પ્લોટની ફરતે દિવાલની સુરક્ષા કરવા અંગે નોટીસ ફટકારી હોવાનું પર્યાવરણ ઇજનેર નિલેષ પરમારે જણાવેલ હતું.

તેઓના જણાવ્યા મુજબ આ પ્લોટની સફાઇ કરાવવા તથા દિવાલથી સુરક્ષીત કરવા અંગે એરઇન્ડીયાના તંત્ર વાહકોએ ખાત્રી આપી હતી.

(3:37 pm IST)