Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

જૈનમ રાસોત્સવ : રાત્રે ક્ષત્રિય સમાજના આગેવાનોના હસ્તે આરતી

ગઈકાલે દલિત સમાજના આગેવાનોએ મહાઆરતીનો લાભ લીધોઃ આજે ચુડી - ચુનરી અને કેડીયા મોજડી કોમ્પીટીશન : સિરીયલ સ્ટાર નાદીયા હિમાની અને ગાયક લાલીત્યા મુન્સા હાજરી આપશે

રાજકોટ : જૈનમ નવરાત્રી મહોત્સવમાં ગઈકાલે છઠ્ઠા નોરતે પારીજાત પાર્ટી પ્લોટ ખાતે માં જગદંબાની આરતી દલીત સમાજનાં આગેવાનશ્રી સર્વેશ્રી મહેશભાઇ રાઠોડ, રદ્યુભાઇ પારધી, મનુભાઈ ધંાધલ, અલ્પેશભાઈ ચાવડા, મોહનભાઈ ગોહેલ, જીજ્ઞેશભાઈ રત્નોતર, જયશ્રીબેન પરમાર, કે.બી. ખીમસુરીયા, જગદીશભાઈ ભોજાણી, અનીલભાઈ મકવાણા, નાનજીભાઈ પારધી, પ્રવિણભાઈ ચૌહાણ, વજુભાઇ લુણાગરીયા, શામજીભાઈ ચાવડા, દેવજીભાઈ ખીમસુરીયા,ઈશ્રરભાઈ પરમાર, ચેતનભાઈ ચાવડા, ગોવિંદભાઈ પરમાર, કીશોરભાઈ વઘેરા, વિરેન્દ્રભાઈ ભોજાણીનાં હસ્તે ઉતારી હતી.

આ પ્રસંગે કલેકટરશ્રી રેમ્યા મોહન, રાજકોટ મ્યુનિસિપલ કમીશનરશ્રી ઉદીત અગ્રવાલ, સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા,  મેયરશ્રી બીનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખશ્રી નિતીનભાઈ ભારદ્વાજ, ડેપ્યુટી મેયરશ્રી અશ્વીનભાઈ મોલીયા, પૂર્વ ધારાસભ્યશ્રી ભાનુબેન બાબરીયા, સૌરાષ્ટ્ર યુનિ. વાઈસ ચાન્સલર ડો.વિજયભાઈ દેસાણી, શાસક પક્ષનાં નેતા શ્રી દલસુખભાઈ જાગાણી, આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર, ભવાની ઈન્ડસ્ટ્રીઝનાં સુરેશભાઈ નંદવાણા, હિમાંશુભાઈ દોશી - એસીપી : એન્ટી કરપ્શન બ્યુરો,  ડો.આકાશભાઈ દોશી - ડાયરેકટર : એચ.જે.દોશી હોસ્પિલ, ડો.શ્રેતાંગ જોશી, જયેશભાઈ તન્ના - રઘુવંશી અગ્રણી, રવિભાઈ દવે-સંદેશ, કેતનભાઈ શાહ-જાણીતા ઉદ્યોગપતિ, ડો.મીહીર જોશી - સૌરાષ્ટ્ર યુનિ, મેહુલભાઈ રૂપાણી - સીન્ડીકેટ સભ્ય ૅં સૌરાષ્ટ્ર યુનિ., મનુભાઈ વઘાસીયા, નરેશભાઈ મહેતા, દિપકભાઈ પટેલ-વાઈસ ચેરમેન : વિજય કોમ. બેન્ક, વિજયભાઈ દોશી, પ્રથમેશભાઈ વ્યાસ-ચારૂબેન વ્યાન : સોમનાથ યામાહા, નીલેશભાઈ ત્રિવેદી - મનીષ એડ. રજનીભાઈ શાહ-જૈન અગ્રણી, શ્રીમતિ મીનાબેન શાહ, જીતુભાઈ ચંદારાણા - મારવાડી યુનિવસિર્ટી, હરેશભાઈ દાવડા - ડાયમંડ હાઈટ્સ, ડો.મનીષ કોટેચા, નીરજભાઈ મહેતા-સિદ્ધી હાઈટ્સ, વિપુલભાઈ દોશી-વિમલનાથ દેરાસર, અશ્વિનભાઈ શાહ-બનારસવાળા, વિનયભાઈ ગાંધી, જયોતિનભાઈ મહેતા, નરેશભાઈ મહેતા, મધુકરભાઈ મહેતા-વાસુપુજય જીનાલય,અપૂર્વભાઈ મણીયાર, રાજુભાઈ મહેતા, પ્રકાશભાઇ ગઢવી-સોમનાથ એસ્ટેટ, રીતેશભાઈ મડીયા  ઉપસ્થિત રહયા હતા.

જૈનમ નવરાત્રી મહોત્સવમાં પંકજ ભટ્ટનાં સાંજીદા, યુ ટયુબ ઉ૫ર અનેરું આકર્ષણ જગાવનાર ચુનીંદા ગાયકો અને જેબીએલ ધમાકેદાર મ્યુઝીક સીસ્ટમ થકી ખેલૈયાઓ ધુમ મચાવી રહયા છે. આજે ટીવી સીરીયલ સ્ટાર નાદીયા હીમાની ખેલૈયાઓને આવકારશે અને ફેમસ સિંગર લાલિત્યા મુન્શો પોતાની આગવી શૈલીમાં રાસ-ગરબા રજુ કરશે.

આજે સાંજે માતાજીની આરતી રાજકોટનાં ક્ષત્રીય સમાજનાં આગેવાનોના  હસ્તે થશે અને આવતિકાલે માં જગદંબાની આરતી રાજપુત સમાજનાં આગેવાનશ્રીઓ ઉતારશે. આજે લેડીઝ માટે ચુડી-ચુનરી અને બોયઝ માટે બેસ્ટ મોજડી સ્પર્ધા ઉપરાંત આવિતકાલ રવિવારે ડેકોરેટીવ ગરબા-આરતીની સ્પર્ધા તેમજ રેડ એન્ડ વ્હાઈટ ડ્રેસકોડની થીમ રાખવામાં આવેલ છે. છઠ્ઠા નોરતે આયોજીત બેસ્ટ ફેમીલી ડ્રેસીંગની સ્પર્ધા રાખેલ જેમાં શાહ ફેમીલીને વિજેતા જાહેર કરેલ અને ઈમાનો આપી સન્માનીત કરવામાં આવેલ હતા. ઉ૫રાંત બોયઝ માટે પાઘડીની સ્પર્ધા રાખેલ જેમાં શાહ અક્ષીત, દોશી ક્રિશીવ, પારેખ પ્રશમ, જૈન પુષ્પક, શાહ કેવલ, શાહ સોહીલને ઈનામો આપી સન્માનીત કરવામાં આવેલ હતા. ઉપરાંત આજે કેન્ડલ અને મોબાઈલ ટોર્ચ થીમ રાખવામાં આવેલ છે.

છઠ્ઠા નોરતે પ્રીન્સ તરીકે સંઘવી જૈનીશ, ગોસલીયા ઉમંગ, જલ્પેશ કોઠારી અને  પ્રિન્સેસ તરીકે ગાંધી ભુમી, રીયા મહેતા, કોઠારી અમી ,આ ઉપરાંત મેલ વેલડ્રેસમાં શાહ રૂષભ,  દોશી ભવ્ય, શાહ નીલ તેમજ  ફીમેલ વેલડ્રેસમાં દોશી તૃપ્તી, દેસાઈ જલ્પા, મહેતા જીંકલ, કીડ્સ પ્રીન્સમાં શાહ હર્ષિત, શાહ કલ્પ, મહેતા હર્ષ, કિડ્સ પ્રિન્સેસમાં પ્રિયાંશી પારેખ, શાહ પલ્લવી, વૈશાલ સંદ્યવી, કીડ્સ વેલડ્રેસ પ્રીન્સમાં દેસાઈ વિરલ, રૂપાણી વિપુલ અને કીડ્સ વેલડ્રેસ પ્રિન્સેસમાં મહેતા પલક, વસા રાશી, મહેતા યશ્વી ઉપરાંત  ને વિજેતા જાહેર કરેલ હતા, જયારે  ૪૦+માં મેલ દેસાઈ વિરલ અને વિપુલ રૂપાણી અને ૪૦ં+ ફીમેલ બેસ્ટ પર્ફોમન્સમાં સંઘવી માવધી અને શેઠ સંગીતાને ઈનામો અપાયા હતા. છઠ્ઠા નોરતે સ્પોન્સર તરીકે આઈ કેર તરફથી ગીફ્ટ વાઉચર તેમજ લેપટોપ બેગ,  આઉટ ઓફ બોકસ, વડાલીયા ફુડ્સ, જીતુભાઈ મારવાડી તેમજ અજીતભાઈ મારવાડી તેમજ જેકે મોલ તરફથી ઈનામો આપી વિજેતાઓને નવાજવામાં આવેલ હતા. જજ તરીકે જીગ્નેશ પાઠક, અમીત રાણપરા, ઉષ્માબેન વાણી, ભાવનાબેન બગડાઈ,માન્યતાબેન ઓડેદરા, ડો.મમતા કોટેચા, નિરજભાઈ પાઠક, નિલેશભાઈ ગઢવીએ જજ તરીકેની બેનમુન સેવા આપેલ.

(3:36 pm IST)