Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

રંગીલા રાજકોટની આગવી ઓળખ સમા સહિયરમાં રાસની રમઝટ

સાંસદ મોહનભાઈ કુંડારીયા અને સુપરસ્ટાર હિતેનકુમારની ખાસ હાજરી : ડાકલા - ટીટોડો અને નાસીક ઢોલ પર જમાવટ : પર્યાવરણ જાગૃતિ માટે સહિયરમાં ગો ગ્રીન સાર્થક કરતા તુલસીજીના રોપા ખેલૈયાઓને અર્પણ

રાજકોટ : શહેરમાં આગવી ઓળખ સમાન રાસોત્સવ ક્ષેત્રે શ્રેષ્ઠત્ત્।મ અંકીત થયેલ સહિયર રાસોત્સવ ખેલેયાઓની પ્રથમ ચોઇસ બન્યું છે, રોજેરોજ ગીતો અને તાલની વિવિધતાથી ખેલેયાઓ ટાઇમ ઘટે છેની લાગણી છતાં પૈસા વસુલ જેવી અનુભુતી કરી રહયા છે.

સહિયરની વિશેષતાને સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયાએ શબ્દોથી વધાવી પ્રેસીડેન્ટ અને ભા.જ.પ.ના મંત્રીશ્રી સુરેન્દ્રસિંહ વાળાને સફળતાના અભિનંદન પાઠવ્યા હતા, સાથે કાર્યાલય ઇન્ચાર્જ હરેશભાઇ જોષી પણ ઉપસ્થિત રહયા હતાં.

સહિયર કલબમાં કલર્સ ગુજરાતી તરફથી ગુજરાતી ફિલ્મોના સફળ નાયક હિતેનકુમાર, બંસી રાજપુત અને નાયીકા સુપ્રીયા અંગજ સાથે ડેઇલી સોપ 'અભિલાષા' એક અસ્મીતાની ટીમ ઉપસ્થિત રહી ખેલૈયાઓ સાથે વાતચીત કરી ગરબે ઝુમ્યા હતા, આ તકે હિતેનકુમાર એ પ્રેસીડેન્ટ સુરેન્દ્રસિંહ વાળા, ચંદુભા પરમાર, કૃષ્ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા તથા કિષ્નપાલસિંહ વાળાને ભવ્ય રાસોત્સવના સફળ આયોજનનો રાજીપો વ્યકત કરી અભિનંદન પાઠવ્યા હતાં.

તેજસ શિશાંગીયા અને જીલ એન્ટરટેનમેન્ટ સંગીત ગ્રુપના સથવારે રાહુલ મહેતા, સાજીદ ખ્યાર અને ચાર્મી રાઠોડે જમાવટ કરી હતી, વિશેષ આકર્ષણરૂપે ખોડીદાસ વાઘેલાની ટીમ દ્વારા નારતીક ઢોલના તાલે લાવણીની જમાવટ કરી હતી, ઉડીને આંખે વળગે તેવી લાઇટીંગ ફેસીંગ સાથે દેવગ્રુપ દિપક પટેલ અને ટીમના પરરફોમન્સને ધ્યાને લઇ બેસ્ટ ગ્રુપનું પ્રાઇઝ અપાયું હતું. તથા મીરા ગ્રુપ રવિ જરીયાને બેસ્ટ ગ્રુપનું પ્રાઇઝ અર્પણ કરાયું હતું.

ગઈકાલે વિજેતા - પ્રિન્સ કુનાલ લાઠીમરા, યુવરાજસિંઠ ચાવડા, ધવલ પરમાર, તુષાર મકવાણા, વેલફેસ :- પરેશ પીત્રોડા પ્રિન્સેસ : હિરલ જોષી પટેલ, પ્રિયંકા મકવાણા, નમ્રતા પંચાસરા, વિધી ઘાતોડીયા જુનીયર પ્રિન્સ- હર્ષ આસોડીયા, હર્ષિલ સવસાણી, જુનિયર પ્રિન્સેસ માહી મહેતા, કોમલ વ્યાસ વેલડ્રેસ જેનીલ કાકડીયા જાહેર થયા હતા.

વિજેતાઓને સહિયરના મહેમાન સ્ટેન્ડીંગ કમીટીના પૂર્વ ચેરમેન યુવરાજસિંહ સરવૈયા, પોલીસ કર્મી ચેતનસિંહ ગોહિલ, સમ્રાટભાઇ ઉદેશી (વ્રજ ટેલીકોમ), જયદિપભાઇ રેણુકા (ગ્લોબલ પબ્લીસીટી), મનીષભાઇ ગગલાણી, નયનાબેન, હિરલબેન, જેનીસભાઇ, નિકુંજભાઇ, જગદીશભાઇ દેસાઇ (એકસપોર્ટસ નડીયાદ), નેહુલભાઇ માણેક (દીવીઝ એકસકલુઝીવ પેર), રૂદ્રરાજસિંહ ગોહીલ (જયસન હોટલ), રવિરાજસિંહ જાડેજા (આર.કે.સીકયોરીટી), જેસીંગ મુંધવા, કલ્પેશ ડોડીયા (બંસી ગ્રુપ), નિલેષ વાળા, જતીન બગડાઇ, ભગીરથ લોખીલ, સમીરભાઇ વણઝારા, ભાઇલાલ નસીત, લખવીરસિંહ જાડેજા તથા પિયુષભાઇ ચૌહાણના હસ્તે એનાયત થયા હતાં.

સહિયરને સફળ બનાવવા આયોજકો સર્વશ્રી સુરેન્દ્રસિંહ વાળા, વાઇસ ચેરમેનશ્રી ચંદુભા પરમાર, યશપાલસિંહ જાડેજા , સેક્રેટરી કૃષ્ણસિંહ જાડેજા, ઇવેન્ટ પ્લાનર ક્રિષ્નપાલનસિંહ વાળા, રાજેન્દ્રસિંહ ચુડાસમા (મામા સરકાર) તથા આયોજકો સર્વશ્રી વિજયસિંહ ઝાલા, જયદિપભાઇ રેણુકા, સમ્રાટ ઉદેશી, પ્રકાશભાઇ કણસાગરા, જતીન આડેદરા, હિરેન ચંદારાણા, બંકિમભાઇ મહેતા, ડી.એન.પટેલ, રાજવિરસિંહ ઝાલા, મિથુનભાઇ સોની, પરેશભાઇ પાટડીયા, નિલેષભાઇ ચિત્રોડા, રાહુલસિંહ ઝાલા, જગાભાઇ પટેલ, પંકજભાઈ ફીચડીયા, ભરતભાઇ ઢોલરીયા, ધૈર્ય પારેખ, સુશીલભાઇ ફીચડીયા, કર્ણભાઇ, દિપકસિંહ જાડેજા, અહેમદ સાંધ, મનસુખભાઇ ડોડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, શૈલેષભાઇ ખખ્ખર, શૈલેષભાઇ પંડયા, મિલનભાઇ ગોહેલ, સુનિલ પટેલ, નીકુભાઇ, કે.સી. ગોહિલ, નરેન્દ્રસિંહ જાડેજા, વિકી ઝાલા, અભીષેક અઢીયા, કરણ આડતીયા, રાજન મહેતા અને રવિરાજસિંહ જાડેજા સહિયરની સફળતા માટે જહેમત ઉઠાવી રહયા છે.

(3:35 pm IST)