Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

રૂ.દોઢ લાખનો ચેક પાછો ફરતાં કોર્ટમાં ફરિયાદઃ આરોપીને હાજર થવા સમન્સ

રાજકોટ તા.૫: રાજકોટના રમેશભાઇ વિભાભાઇ ડાંગર વિરૂધ્ધ રૂ.૧,૫૦,૦૦૦નો ચેક રીટર્ન થતા રાજકોટની કોર્ટમા ચેક રીટર્ન થવા બદલ આરોપી રમેશભાઇ વિભાભાઇ ડાંગર વિરૂધ્ધ ફરિયાદ થતા કોર્ટ દ્વારા સમન્સ ઇસ્યુ કરવામાં આવેલ છે.

ફરીયાદની ટુકમાં વિગત એવી છે કે ફરીયાદી ભરતભાઇ ભીખાભાઇ ડાંગરએ આરોપી રમેભાઇ વિભભાઇ ડાંગરને એપ્રિલ-૨૦૧૮ મા રૂ.૧,૫૦,૦૦૦ સંબંધ હોય વગર વ્યાજે હાથ ઉછીના આપેલા ત્યારબાદ ફરીયાદીએ આરોપીને આપેલ હાથ ઉછીની રકમની પરત માંગણી કરતા આરોપીએ રૂ.૧,૫૦,૦૦૦નો ચેક આપેલ જે ચેક ફરીયાદીએ પોતાની બેંકમાં વટાવવા નાખતા ચેક વટાવાયા વગર ''ફંડ ઇનસફીસીયન્ટ''ના શેરા સાથે પરત ફરેલ હતો.

ફરીયાદીએ પોતાના એડવોકેટ મારફત ચેક રીટર્ન થયા અંગેની ડીમાન્ડ નોટીસ પાઠવવા  છતાં નોટીસમા જણાવેલ સમયમાં આરોપીએ ફરિયાદીને ચેક મુજબની રકમ ન ચુકવતા ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ રાજકોટના એડી.ચીફ જ્યું. મેજી.ની કોર્ટમાં ''ધી નેગોસ્યેબલ ઇનસ્ટુમેન્ટ એકટ''ની કલમ-૧૩૮ મુજબની ફરિયાદ દાખલ કરેલ. જે ફરિયાદ કોર્ટે રજીસ્ટર લઇ આરોપી રમેશભાઇ વિભાભાઇ ડાંગરને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઇસ્યુ કરેલ છે.

આ કામમાં ફરીયાદી ભરતભાઇ ભીખાભાઇ ડાંગર વતિ રાજકોટના ધારાશાસ્ત્રી હિતેશ આર.ભાયાણી તથા એલ.બી.સાવલીયા રોકાયેલ છે.

(3:31 pm IST)