Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

પુરૂષાર્થ ક્રેડીટ સોસાયટીના ચેક રિટર્ન કેસમાં બાકીદાર આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા ૫  : શ્રી પુરૂષાર્થ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટી લી. પ- દિપ્તીનગર, કોઠારીયા રોડ, રાજકોટમાં ચાલતી રજીસ્ટર્ડ સોસાયટી પાસેથી સોસાયટીના બાકીદાર સભાસદ રવીભાઇ મનોજભાઇ ડાભી રહે. ૬-સુખરામ નગર સોસાયટી, હરી ધવા રોડ, રાજકોટ વાળાએ સોસાયટી જોગ ધોરણસર દસ્તાવેજો કરી આપી સોસાયટીમાંતી લોન મેળવેલી, જે લોન સમયસર ભરપાઇ ન કરતા સોસાયટીએ  લોનની ઉઘરાણી કરતા આરોપી રવીભાઇ મનોજભાઇ ડાભીએ લોન પેટે સોસાયટીને રૂા ૬૫,૧૮૯/- નો ચેક આપેલ, જે ચેક એકાઉન્ટ ઇન ઓપરેટીવ ના શેરા સાથે વગર વસુલાતે પરત ફરતા, શ્રી પુરૂષાર્થ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી. ના રીકવરી કર્મચારી ભાર્ગવભાઇ વિભાભાઇ મ્યાત્રાએ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલ, જે ફરીયાદમાં આરોપીને તકસીરવાન ઠરાવી એક (૧) વર્ષની સજા તથા રૂા ૬૫,૧૮૯/- વળતર ચુકવવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવી છે  કે, આરોપી રવીભાઇ મનોજભાઇ ડાભીએ શ્રી પુરૂષાર્થ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટી લી. રાજકોટમાંથી લોન મેળવેલ, જે લોનના ચડત હપ્તા પેટે આરોપીએ રૂા૬૫,૧૮૭.૦૦ નો ચેક રાજકોટ નાગરીક સહકારી બેંક લી., રાજકોટ નો આપેલ. આ ચેક ફરીયાદીએ તેના બેંક ખાતામાં રજુ કરતા, ચેક એકાઉન્ટ ઇન ઓપરેટીવના શેરા સાથે પરત ફરેલ, ચેક પરત ફરતા શ્રી પુરૂષાર્થ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી. રાજકોટ દ્વારા તેમના વકીલ નલીનભાઇ કે. શુકલ મારફત નોટીસ આપેલ, જે નોટીસ આરોપીને મળી જવા છતાં ચેકની રકમ ચુકવેલ નહીં, જેથી ફરીયાદી મંડળીએ આરોપી સામે ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલ. ચેકમાં ચેકમાં આરોપીની સહી કરી આપેલ છે, જેથી આરોપીને સખતમાં સખત સજા તથા ફરીયાદીને વળતર ચુકવવા દલીલો કરવામાં આવેલ, જે ધ્યાને લઇ રાજકોટના મહે. તેરમાં એડી.ચીફ જયુડી. મેજી. રાજકોટ સાહેબે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૩૫૭(૩) મુજબ ફરીયાદવાળા ચેકની રકમ આરોપીએ ફરીયાદીને વળતરપેટે હુકમની તારીખથી એક માસની અંદર ચુકવી આપવી, જો આરોપી વળતરની રકમ એક માસની અંદર ચુકવવામા઼ નિષ્ફળ જાય તો વધુ છ માસની સજાનો હુકમ કરેલ છે.

ફરીયાદી શ્રી પુરૂષાર્થ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી. રાજકોટ વતી રાજકોટના એડવોકેટ શ્રી નલીનભાઇ કે. શુકલ, અભિષેક એન. શુકલ, ધર્મેશ કે. દવે, ભરત ટી. ઉપાધ્યાય, અજય પરમાર, કીશન મેવાડા, રોકાયેલા હતા.

(3:31 pm IST)