Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

કારખાનેદારને વ્યાજ માટે ત્રાસ આપવાના ગુન્હામાં છ વ્યાજખોરોની ધરપકડ

રાજકોટ, તા. પ : મહાદેવવાડી મેઇન રોડ પર નવરંગપરા શેરી નં.રમાં રહેતા કારખાનેદાર પંકજભાઇ પરસોતમભાઇ બોરીચા (ઉ.વ.૩૯) વર્ષ ર૦૧પમાં ક્રિકેટના સટ્ટામાં મોટી રકમ હારી જતા તેણે અલગ અલગ ૧૪ જેટલા શખ્સો પાસેથી પાંચ ટકાથી ૬૦ ટકા લેખે ૧૩.ર૦ લાખ જેટલી રકમ વ્યાજે લીધી હતી. બાદ તેઓ નિયમિતપણે વ્યાજની રકમ ચૂકવતા હતા. પરંતુ હાલ ધંધામાં મંદી આવતા તે વ્યાજના નાણા ન ચૂકવી શકતા વ્યાજખોરોએ ત્રાસ આપતા હતા. દરમ્યાન મિત્રએ પણ ૪પ લાખની લોન કરાવી પાંચ લાખની માંગણી કરી હતી. લોનના પાંચ હપ્તા ચડી જતા પોતે પોતાનું સતત પઠાણી ઉઘરાણી કરતા હોઇ તેથી કંટાળી જઇ પોતે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.આ મામલે પંકજભાઇ બોરીચાએ વ્યાજખોરો સામે ફરીયાદ નોંધાવતા માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ. એન.એન. ચુડાસમા તથા પી.એસ.આઇ. જે.કે. પાંડાવદરા તથા પ્રશાંતસિંહ સહિતે જયદીપસિંહ ઉર્ફે જે.ડી. પ્રતાપસિંહ પરમાર (ઉ.વ.૩પ) (રહે. ચંદ્રેશનગર શેરી નં.ર), લીંબા ખેંગારભાઇ માટીયા (ઉ.૪૭) રહે. મહાદેવવાડી મેઇન રોડ), મહેશ ભીમજીભાઇ થોરીયા (ઉ.વ.૪૬) (રહે. નંદકિશોર સોસાયટી), નિકુલ પ્રવિણભાઇ નાગલાણી (ઉ.ર૮) (રહે. અમીન માર્ગના છેડે), અજયસિંહ ઉર્ફે રાજભા કિરીટસિંહ ઝાલા (ઉ.વ.ર૩) (રહે. ગુરૂપ્રસાદ ચોક) અને જયદેવસિંહ ઉર્ફે જયપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ.ર૬) (રહે. નવલનગર શેરી નં.૩) ની ધરપકડ કરી તપાસ આદરી છે.

(3:31 pm IST)