Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

કોઠારિયા ચોકડી પાસે ટ્રેકટરમાં મજૂર લઇ જવા પ્રશ્ને હસમુખ આહીર પર હુમલો

હરેશ રબારી, રામ સહિત પાંચ શખ્સો તલવાર,ધોકા અને પાવડાથી તૂટી પડયા

રાજકોટ તા.૫: કોઠારીયા ચોકડી નજીક બાલાજી પાર્ક પાસે ટ્રેકટરમાં મજૂર લઇ જવા પ્રશ્ને આહીર યુવાન પર પાંચ શખ્સોએ તલવાર, ધોકા અને પાવડા વડે મારમારતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ કોઠારિયા ચોકડી પાસે બાલાજી પાર્કમાં રહેતો હસમુખ દાનાભાઇ કાનગડ (ઉ.વ.૨૬) સવારે બાલાજી કારખાના પાસે પોતાનુ ટ્રેકટર લઇને ઉભો હતો. ત્યારે ટ્રેકટરમાં મંજૂર લઇ જવા બાબતે બીજા ટ્રેકટર ચાલક હરેશ રામભાઇ રબારી તથા રામ અને તેની સાથે આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ આવી ઝઘડો કરી તલવાર, ધોકા અને પાવડા વડે મારમારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે થોરાળા પોલીસે તપાસ આદરી છે.

(3:30 pm IST)