Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ચેકરિટર્ન કેસના આરોપીને એક વર્ષની સજા અને છ લાખનું વળતર ૬૦ દિવસમાં ચુકવવા કોર્ટનો હુકમ

રાજકોટ તા.૫: ચેક પરત ફરવાના કેસમાં આરોપી લલીતકુમાર નાનાલાલ કોટકને ૧(એક) વર્ષની જેલની સજા તથા ચેક મુજબની રકમ રૂ.૬,૦૪,૦૯૫ સાઇઠ દિવસમાં ફરીયાદીને વળતર પેટે ચુકવવાનો હુકમ કરતો કોર્ટે ચુકાદો આપેલ હતો.

આ અંગેની વિગત એવી છે કે ફરીયાદી મે.વિઝન એગ્રો ફુડસે આરોપી લલીતકુમાર નાનાલાલ કોટકને બીલ થી કુલ રકમ રૂ.૭,૦૦,૬૩૫ નો આટો અંગેનો માલ આપેલ હતો.

ફરીયાદીએ આપેલ માલ અંગેની રકમની માંગણી કરતા આરોપીએ ફરીયાદીને બીલ મુજબની લેણી રકમ રૂ.૬,૦૪,૦૯૫ નો ચેક આરોપીએ પોતાની સહી કરીને ફરીયાદીને આપેલ, અને આરોપીએ કહેલ કે ચેક બેંકમાં વટાવવા નાખશો એટલે તમોને તમારી લેણી રકમ મળી જશે.

આરોપીએ આપેલો ચેક ફરીયાદીએ તા.૯-૧૧-૨૦૧૭ના રોજ જમા કરાવતા સદરહુ ચેક તારીખ ૧૪-૧૧-૨૦૧૭ના રોજ ''ફ્રન્ટ ઇનસફીશીયન્ટ''ના શેરા સાથે રીટર્ન થયેલ, તેમ છતા આરોપીએ ફરીયાદીને લેણી રકમ ચુકવેલ નહી.

આથી ફરીયાદીએ આરોપી સામે અદાલતમાં ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલ. અદાલતમાં કેસ ચાલી જતા ફરીયાદી તરફે એડવોકટ શ્રી ચેતન એન.આસોદરીયા એ કરેલ દલીલો માન્ય રાખી આરોપી લલીતકુમાર નાનાલાલ કોટક સામે અદાલતે ૧(એક) વર્ષની જેલની સજા તથા ચેક મુજબની રકમ રૂ.૬,૦૪,૦૯૫ સાઇઠ દિવસમાં ફરીયાદીને વળતર પેટે ચુકવવા એડીશનલ ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ શ્રી  એન.એચ.વસવેલીયાએ હુકમ કરેલ છે.

આ કેસમાં ફરીયાદી મે.વિઝન એગ્રો ફુડસ વતી એડવોકેટ શ્રી ચેતન એન.આસોદરીયા તથા જેમીશ આર.કાકડીયા, રવિ વાઘાણી રોકાયેલ હતા.

(3:30 pm IST)