Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

સદર બજાર ગરબી મંડળ

રાજકોટ : આદ્યાશકિતની આરાધનાનું મહામંગલપર્વ શારદીય નવરાત્રીમાં આજે ૭મું નોરતું છે. નવરાત્રી મહાપર્વનો ઉમંગ, ઉત્સાહ છવાયો છે. પ્રાચીન ગરબીમાં તો દુહા - છંદ અને અવનવા સ્ટેપ ઉપર રાસ ગરબાની રમઝટ જામે છે. જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. રાજકોટમાં સદર બજાર વિસ્તારમાં છેલ્લા ૭૪ વર્ષથી સદર બજાર ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. ગરબી મંડળની બાળાઓના તાલી રાસ, મંજીરા રાસ, ઘડા રાસ, ટિપ્પણી રાસ, દાંડીયા રાસ સહિતના રાસની ૪૦ જેટલી બાળાઓ રાસની રમઝટ બોલાવે છે. ગરબી મંડળમાં શિવાનીબેન, કિંજલબેન, ન્યાસાબેન, ચંદુભાઈ, પરેશભાઈ, દિનેશભાઈ કાથરાણી, મહેશભાઈ ચગ,  હરીશભાઈ ઉમરાણીયા, સુરેશભાઈ ઉમરાણીયા, પરેશભાઈ ટોપીવાળા સહિતના નવરાત્રી પર્વને યાદગાર બનાવવા કાર્યરત છે. પ્રસ્તુત તસ્વીરમાં રાસે રમતી બાળાઓ અને આયોજકો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:30 pm IST)