Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

નવલનગરમાં કાલે 'જે... માડી' ગ્રુપ દ્વારા પ્રાચીન ગરબીઓની ૩૦૦૦ બાળાઓને પ્રસાદ - લ્હાણી વિતરણ

સંસ્થા દ્વારા સતત ૧૫ વર્ષથી ગરબીઓની બાળાઓને સાક્ષાત માતાજી સ્વરૂપ ગણી આ સેવા થઈ રહી છે : સ્વ. રતિભાઈ બોરીચા - સ્વ.વિક્રમભાઈ બોરીચાની સ્મૃતિમાં આ કાર્યક્રમ અર્પણ કરાશે : બાળાઓને લઈ જવા અને ગરબી સુધી પહોંચાડવા ખાસ વાહન વ્યવસ્થા

રાજકોટ, તા. ૫ : શહેરના નવલનગર ખાતે આવતીકાલે તા.૬ને રવિવારે પ્રાચીન ગરબાઓની ૩૦૦૦ જેટલી બાળાઓને પ્રસાદ તથા લ્હાણી વિતરણના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયુ છે.

આ અંગે સંસ્થાની યાદીમાં જણાવાયુ છે કે જે માડી ગ્રુપ દ્વારા સતત ૧૫ વર્ષથી દીકરીઓને નોરતા દરમિયાન પ્રસાદ લ્હાણી વિતરણનો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. આ સેવા કાર્યના ભાગરૂપે આ વર્ષે પણ રવિવાર ૮માં નોરતાએ ઉપરોકત દુર્ગા સમાન દીકરીઓને પ્રસાદી અને લ્હાણી વિતરણ કરી માતાજી પ્રત્યેની આસ્થાને સભ્યો વ્યકત કરશે. નિઃસ્વાર્થ ભાવે ગરબે રમતી દીકરીઓને પ્રસાદી, લ્હાણીનો પ્રસાદ પીરસી રાજી કરાશે.

તા.૮ને રવિવારે ૩/૧૭ નવલનગર, સ્વામીનારાયણ ચોક પાસે જે માડી ગ્રુપ ખાતે કાર્યક્રમ યોજાશે. જે માડી ગ્રૂપના સંયોજક વડિલ નાથાભાઇ જુગાભાઇ ખાંડેખા, ભાજપના સનિષ્ઠ સેવક રાજુભાઇ બોરીચાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાશે. મેહુલભાઇ બોરીચા, સંજયભાઇ બોરીચા, યુવા અગ્રણી જય મેહુલભાઇ બોરીચા, વિનય મેહુલભાઇ બોરીચાની સાથે વિજયભાઇ, મયુરભાઇ અને અન્ય સભ્યો જહેમત ઉઠાવશે. સ્વ.રતિભાઇ બોરીચા, સ્વ.વિક્રમભાઇ બોરીચાની સ્મૃતિમાં આ સમગ્ર કાર્યક્રમ અર્પણ કરવામાં આવશે.

જય મેહુલભાઇ બોરીચાના જણાવ્યા મુજબ શહેરની વોર્ડ નં-૧૧, ૧૨, ૧૩માં થતી પ્રાચીન ગરબીની અંદાજે ૨૫૦૦ થી ૩૦૦૦ હજાર જેટલી બાળાઓને લ્હાણી અને પ્રસાદી (ભોજન) કરાવવામાં આવશે. ઉપરોકત વોર્ડની ૫૦ ગરબીની બાળાઓને વસ્તુઓની ભેટ અપાશે. રવિવારે સવારે ૧૦.૩૦ થી ૨ સુધી સમગ્ર કાર્યક્રમ યોજાશે. જે માડી ગ્રૂપ તરફથી દીકરીઓને સ્ટીલના વાસણની ભેટ છેલ્લા ૧૫ વર્ષથી કરવામાં આવી રહ્યું છે. વાસણની વસ્તુ દીકરીઓને ઉપયોગી બને તે હેતુથી વાસણની વસ્તુની ભેટ આપવાની પરંપરા જાળવી રાખવામાં આવશે. વધુ માહિતી માટે જય મેહુલભાઇ બોરીચાનો ૯૦૧૬૩-૧૧૧૧૧ મોબાઈલ ઉપર સંપર્ક સાધી શકાશે.

માતાજીની આરાધનના પર્વ નોરતા બાળાઓને વસ્તુઓની ભેટ આપવાની અને દુર્ગા સમાન બાળાઓના આશિષ મેળવવાની જે માડી ગ્રૂપે આ વર્ષે પણ જાળવી રાખી છે. નાની મોટી બાળાઓને લ્હાણી, પ્રસાદી આપી જે માડી ગ્રૂપના સભ્યો બાળાઓના આશિષ મેળવશે. શહેમાં અનેક સ્થળે પ્રાચીન ગરબીના આયોજન થઇ રહ્યા છે. ત્યારે જે માડી ગ્રૂપના સંચાલકો તરફથી ગરબીની બાળાઓને ભેટ આપવાની પરંપરા છેલ્લા ૧૫ વર્ષથી નીભાવી બાળાઓને રાજી કરી રહ્યું છે.

પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ બોરીચા, મેહુલભાઈ બોરીચા, સંજયભાઈ, જય બોરીચા, અમિત બોરીચા, દિનેશ ચાવડા, વિનય બોરીચા, વિજય બોરીચા, મયુર બોરીચા સહિતના લોકો આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:27 pm IST)