Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

રેસકોર્ષમાં રાસોત્સવના પાર્કિંગમાંથી શુભમ્ વૈષ્ણવનું બાઇક ચોરાઇ ગયું

હેન્ડલ લોક હતું છતાં ચોરીઃ પોલીસને જાણ કરી

રાજકોટ તા. ૫: દર વર્ષે નવરાત્રીમાં અલગ-અલગ રાસોત્સવના સ્થળોના પાર્કિંગ કે આસપાસમાંથી ખેલૈયાઓના અને રાસ જોવા આવનારા લોકોના વાહનો ચોરાઇ જવાના બનાવો બનતા રહે છે. આ વખતે પણ તેની શરૂઆત થઇ ગઇ છે. જો કે હજુ પોલીસ આવા કિસ્સામાં કાચી નોંધ કરી તપાસ કરી રહી છે. રેસકોર્ષમાં સહિયરના રાસોત્સવ પાસેના પાર્કિંગમાંથી શુક્રવારે રાતે ૯ થી ૧૨ વચ્ચેના સમયમાં એક યુવાનનું બાઇક ચોરાઇ જતાં પ્ર.નગર પોલીસમાં જાણ કરી હતી.

દૂધ સાગર રોડ પર રિધ્ધી સિધ્ધી સોસાયટી-૧૩ બ્લોક નં. ૧૩૪૨માં રહેતાં શુભમ્ ભરતભાઇ વૈષ્ણવનું બાઇક જીજે૦૩એચએમ-૦૨૪૮ કોઇ ચોરી ગયું છે. શભમ્એ રાતે નવ વાગ્યે હેન્ડલ લોક કરીને પોતાનું બાઇક પાર્કિંગમાં રાખ્યું હતું. બાર વાગ્યે રાસોત્સવ પુરો થયે તે બહાર આવતાં બાઇક જોવા મળ્યું નહોતું. આસપાસમાં તપાસ કરવા છતાં ન મળતાં પોલીસને જાણ કરી હતી. આ નંબરનું વાહન કોઇને જોવા મળે તો પોલીસને અથવા મો. ૯૯૦૪૯ ૪૯૧૭૮માં જાણ કરવા જણાવાયું છે.

(1:03 pm IST)