Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

કિશોર ઉર્ફ જીઇબીએ જાગનાથ પ્લોટમાં વણિક સોની વૃધ્ધના ફલેટમાં જૂગારનું ફિલ્ડ બેસાડ્યું: ૭ પકડાયા

ક્રાઇમ બ્રાંચના નગીનભાઇ ડાંગર, એભલભાઇ બરાલીયા અને હિરેન સોલંકીની બાતમીઃ કિશોર ઘરધણી વૃધ્ધને ફિલ્ડ દિઠ પૈસા ચુકવતો હતો : અન્ય દરોડામાં ગાયકવાડીમાં પત્તા ટીચતા ૧૩ને પ્ર.નગર પોલીસે પકડ્યાઃ ૫૩ હજારની રોકડ કબ્જે

રાજકોટ તા. ૫: જાગનાથ પ્લોટ-૨૨માં આવેલા મંગલજ્યોત એપાર્ટમેન્ટ એ-ફલેટ નં. ૧માં રહેતાં વણિક સોની વૃધ્ધ મુકુંદરાય રતિલાલ પારેખ (ઉ.૭૧)ના ઘરમાં જૂગારધામ ચાલતું હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચના નગીનભાઇ ડાંગર, એભલભાઇ બરાલીયા અને હિરેનભાઇ સોલંકીને મળતાં દરોડો પાડી ઘરધણી વૃધ્ધ સહિત ૭ને પકડી લેવાયા હતાં. આ જૂગારનું ફિલ્ડ અગાઉ અનેક વખત જૂગારમાં પોલીસ ચોપડે ચડી ચુકેલા કિશોર ઉર્ફ જીઇબી રૂપારેલીયાએ બેસાડ્યું હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

પોલીસે દરોડો પાડી મુકુંદરાય પારેખ તેમજ વિરેન્દ્ર ચંદુલાલ દેસાઇ (ઉ.૫૪-રહે. નેમીનાથ ફલેટ નં. ૧૦૧ સામે ગાંધીગ્રામ-૪૪ લલિત કરમણભાઇ સોજીત્રા (ઉ.૪૫-રહે. આંબરડી તા. ગોંડલ), ભાવેશ ગોરધનભાઇ જાદવ (ઉ.૪૭-રહે. કામદાર કોલોની બ્લોક નં. ૨૬, બાપા સિતારામ ચોક મવડી), સંદિપ હસમુખલાલ મહેતા (ઉ.૩૦-રહે. ગાંધીગ્રામ-૯), રાજેશ જીવરાજભાઇ જીવરાજાની (ઉ.૪૪-રહે. ગાંધીગ્રામ-૧૧)ને પકડી લઇ રૂ. ૪૧૪૫૦ કબ્જે લેવાયા હતાં. વણિક વૃધ્ધના ઘરમાં કિશોર ઉર્ફ જીઇબીએ કેટલાક દિવસથી જૂગારધામ ચાલુ કરાવ્યું હતું. ફિલ્ડ દિઠ તે નાલ ઉઘરાવી તેમાંથી વૃધ્ધને અમુક રકમ ચુકવતો હતો. તે દરોડા વખતે હાજર ન હોઇ શોધ થઇ રહી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયાની સુચના હેઠળ પી.આઇ. એચ. એમ. ગઢવીની ટીમના પીએસઆઇ ડી. પી. ઉનડકટ, એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, હેડકોન્સ. મયુર પટેલ, કોન્સ. સંજય રૂપાપરા, યુવરાજસિંહ ઝાલા, પ્રદિપસિંહ જાડેજા, એભલભાઇ, નગીનભાઇ, મનજીભાઇ, હિરેનભાઇ અને પરેશગીરીએ આ દરોડો પાડ્યો હતો.

પ્ર.નગર પોલીસનો દરોડો

જ્યારે ગાયકવડી-૩/૮ના ખુણે જાહેરમાં કેટલાક શખ્સો પત્તા ટીચવા બેઠા હોવાની માહિતી મોડી રાતે અઢી વાગ્યા આસપાસ મળતાં ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના અને પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં ડી. સ્ટાફના પીએસઆઇ સિસોદીયા, અરવિંદભાઇ મકવાણા, વિરદેવસિંહ જાડેજા, શકિતસિંહ ગોહિલ, અશોકભાઇ કલાલ સહિતની ટીમે દરોડો પાડી શ્યામ જમનાદાસ બખરીયા (ઉ.૪૨-રહે. રેલનગર પરમેશ્વર પાર્ક-૨), ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા (ઉ.૫૦-રહે. પરસાણાનગર-૧), નરેશ હિરાલાલ ગણાત્રા (ઉ.૫૦-રહે. ગાયકવાડી-૩), હેમુ ગગજીભાઇ પરમાર (ઉ.૪૯-રહે. મારૂતિનગર-૩, કુવાડવા રોડ), દિપક દિનેશભાઇ ચંદારાણા (ઉ.૫૨-રહે. આફ્રિકા કોલોની-૩), મનોજ કુંદનદાસ પેશવાણી (ઉ.૪૨-રહે. ગાયકવાડી-૩), સચીન નરેન્દ્રભાઇ કળી (ઉ.૩૮-રહે. ગાયકવાડી-૩), પ્રકાશ પ્રવિણભાઇ ઠક્કર (ઉ.૪૨-રહે. જંકશન પ્લોટ-૫), મેહુલ ગણપતભાઇ ભડાલીયા (ઉ.૨૮-રહે. રેલનગર ઘનશ્યામ બંગ્લોઝ-૭૦), જીતેશ મનોજભાઇ આડવાણી (ઉ.૨૫-રહે. ગાયકવાડી-૫), એઝાઝ કાસમભાઇ જુણેજા (ઉ.૩૬-રહે. ગાયકવાડી-૩/૮), હાસમ જહીદઅલી મકરાણી (ઉ.૨૦-રહે. ગાયકવાડી-૩) તથા તુષાર મુકુંદરાય મજેઠીયા (ઉ.૪૦-રહે. ગાયકવાડી-૩)ને પકડી લઇ રૂ. ૫૩૧૫૦ની રોકડ કબ્જે લેવામાં આવી હતી.

(1:03 pm IST)