Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

શહેર પોલીસ હેડકવાર્ટરમાં પોલીસ પરિવારની ગરબીમાં ૯૫ બાળાઓ રજૂ કરે છે અદ્દભુત રાસ

૫ થી ૧૨ વર્ષની બાળાઓના રાસ નિહાળવા પોલીસ પરિવારજનો ઉમટી પડે છેઃ સતત ૩૨ વર્ષથી આયોજન

રાજકોટઃ શહેર પોલીસ હેડકવાર્ટર ખાતે છેલ્લા ૩૨ વર્ષથી પોલીસ પરિવાર દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન થાય છે. જેમાં હિન્દુ-મુસ્લિમ બંને પરિવારના પોલીસ કર્મચારીઓ એકતા અને ભાઇચારાની ભાવનાથી આયોજમાં ખભેખભો મિલાવતાં જોવા મળે છે. અહિ આ વખતે યોજાયેલી ગરબીમાં ૫ વર્ષથી માંડી ૧૨ વર્ષ સુધીની વયની પોલીસ પરિવારની બાળાઓ દરરોજ અલગ-અલગ પ્રકારના અદ્દભુત રાસ રજૂ કરે છે. જેને નિહાળવા મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સદસ્યો ઉમટી પડે છે. દરરોજ કોઇને કોઇ પોલીસ અધિકારીઓ તથા પોલીસ મિત્રો તરફથી અને હેડકવાર્ટરના રહેવાસીઓ તરફથી બાળાઓને આકર્ષક લ્હાણી ઉપરાંત પ્રસાદ આપવામાં આવે છે. આ વખતે ૯૫ બાળાઓ ગરબીમાં ભાગ લઇ રહી છે. સમગ્ર પોલીસ પરિવારના સદસ્યો ગરબીનું સફળ સંચાલન કરી રહ્યા છે.

(1:01 pm IST)