Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ભકિતનગર સોસાયટી ગરબી મંડળ

રાજકોટ : ભકિતનગર સોસાયટી યુવક મંડળ છેલ્લાં ૪૦ વર્ષ થી મેદ્યાણી રંગ ભવન ભકિતનગર સોસાયટી સર્કલ ખાતે (પ્રાચીન ગરબી ) નવરાત્રી મહોત્સવ ઉજવે છે. જેમાં ૯ વર્ષ થી ૧૨ વર્ષ સુધી ની બાળાઓ રાસ રમે છે. નવરાત્રી માં બાળાઓ અવનવા રાસ રમે છે જેવા કે સુંડલા દાતરડું - ટિપ્પણી - હુડા રાસ - રજવાડી રાસ - તાલી રાસ - ગાગર રાસ - મંજીરા રાસ - દાંડિયા રાસ - વગેરેની રમઝટ બોલે છે. નવરાત્રી મહોત્સવ માં ગાયક તરીકે જીતેન્દ્રભાઈ જોશી, દર્શનાબેન શુકલ, કુ. જાહનવી બારડ, હાર્મોનિયમમાં શ્રી જોષીભાઈ, તબલા કિશનભાઇ અને જીગ્નેશભાઈ. આ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા શ્રી ભકિતનગર સોસાયટી યુવક મંડળના પ્રમુખ દિલજીતસિંહ કિરીટસિંહ જાડેજા - સતીશભાઈ મકવાણા - હાર્દિકભાઈ સતીકુંવર - સંજયભાઈ જોબનપુત્રા - મનોજભાઈ મકવાણા - ધર્મેશભાઈ ભેડા - હિતેનભાઈ કંડોલિયા - મોહિતભાઈ મકવાણા તથા ભકિતનગર કો ઓ. હા. સો. લી. ના સહયોગ થી ઉજવાય છે. પ્રસ્તુત તસ્વીરમાં ગરબે ઘૂમતી બાળાઓ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(1:01 pm IST)