Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

બાઇક ચોરી નંબર પ્લેટ કાઢીને ફેરવતો વિશાલ ઉર્ફ વિંછી પકડાયો

શકિતનગરના રાજગોર શખ્સને ડીસીબીના ચેતનસિંહ ગોહિલ, મહિલપાલસિંહ અને વિરેન્દ્રસિંહની બાતમી પરથી પકડી લેવાયો

રાજકોટ તા. ૫: વાહન ચોરીનો વધુ એક ગુનો ઉકેલાયો છે. કોઠારીયા સોલવન્ટ પાસે શકિતનગર-૨માં  રહેતો વિશાલ ઉર્ફ વિંછી રાજેશભાઇ કુહાડીયા (ઉ.૨૨) નામનો રાજગોર બ્રાહ્મણ શખ્સ ચોરાઉ હોન્ડા નંબર પ્લેટ કાઢીને ફેરવતો હોવાની બાતમી પરથી પરીન ફર્નિચર સામેના સર્વિસ રોડ પરથી પકડી લેવાયો હતો. તેની પાસેથી ૪૦ હજારનું વાહન કબ્જે કરાયું છે જે તેણે તાલુકા પોલીસની હદમાંથી ચોરી કર્યુ હતું. આ શખ્સ ચાર મહિના પહેલા પણ વાહન ચોરીમાં આજીડેમમાં પકડાયો હતો.

એસીપી જે. એચ. સરવૈયાની સુચના મુજબ પી.આઇ. એચ. એમ. ગઢવી અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના હેડકોન્સ. ચેતનસિંહ ગોહિલ અને મહિલપાલસિંહ ઝાલા અને વિરેન્દ્રસિંહ જાડેજાની બાતમી પરથી આ કામગીરી થઇ હતી. છુટક મજૂરી કરતો આ શખ્સ મોજશોખ માટે વાહન ચોરતો હોવાનું પોલીસ સુત્રોએ કહ્યું હતું.

(11:50 am IST)