Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

કુવાડવા પોલીસ મથક હેઠળના બામણબોર આઉટપોસ્ટનું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના હસ્તે ઉદ્દઘાટન

પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી અને કુવાડવા પી.આઇ. સહિતના સ્ટાફે કાયદો વ્યવસ્થા જળવાઇ રહેશે તેવી ખાત્રી આપીઃ ૧૪ ગામના સરપંચો, ઉપસરપંચો, તલાટી મંત્રીઓ, બામણબોર જીઆઇડીસીના ઉદ્યોગપતિઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

રાજકોટઃ  બામણબોર સહિત આસપાસના પાંચ ગામને રાજકોટમાં ભેળવી દેવામાં આવતાં બામણબોર આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. ગઇકાલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી રવિમોહન સૈની, એેસીપી એસ.આર. ટંડેલ, પી.આઇ. એમ.આર. પરમાર, બી-ડિવીઝન પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝ તથા બામણબોર આઉટ પોસ્ટના પીએસઆઇ બી. પી. મેઘલાતર, પીએસઆઇ મેઘવાડ સહિતની હાજરીમાં પોલીસ કમિશનર શ્રી અગ્રવાલે રિબીન કાપી આઉટપોસ્ટનું ઉદ્દઘાટન કર્યુ હતું. આ પ્રસંગે ૧૪ ગામના સરપંચો, ઉપસરપંચો તથા સદસ્યો તેમજ બામણબોર જીઆઇડીસીના ઉદ્યોગપતિઓ અને કારખાનેદારો તથા તેના મેનેજર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આરબી ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝવાળા તેજસભાઈ, હીરાસર આર.કે ઝોનના માલિકો, સરપંચ જીલાભાઈ ગમારા, નવાગામ અને ગારીડાના સરપંચ ભુપતભાઈ વાટીયા, બામણબોરના સરપંચના પુત્ર એવા હરેશભાઈ દેવજીભાઈ અને અન્ય ગામના તલાટી કમ મંત્રી તેમજ બામણબોર  નવાપરાના સદસ્ય  રેખાબેન મકવાણા, રમીલાબેન, શકુંતલાબેન તેમજ આજુબાજુના ગામલોકો, વડીલો મોટી સંખ્યામાંં ઉપસ્થિત રહ્યા હતા. શાળા નં. ૩ની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યુ હતું. પોલીસ કમિશનરશ્રી સહિતના અધિકારીઓના હારતોરા કરી શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. શ્રી અગ્રવાલ અને ડીસીપી શ્રી સૈનીએ જણાવ્યું હતું કે હિરાસરમાં અરપોર્ટ શરૂ થઇ રહ્યું હોઇ તે અનુસંધાનેે બામણબોર સહિતના ગામોને રાજકોટમાં ભેળવવામાં આવ્યા છે. આ ગામોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તો સતર્ક રહેશે જ ગ્રામજનો, આગેવાનો, ઇન્ડસ્ટ્રી સંચાલકોએ પણ પોલીસની સાથે જાગૃત રહેવું જરૂરી છે. આઉટ પોસ્ટ કુવાડવા રોડ પોલીસ મથક હેઠળ કાર્યરત રહેશે. બામણબોર આઉટ પોસ્ટમાં એક પીએસઆઇ અને પાંચનો અન્ય સ્ટાફ મળી ૧૪ કર્મચારીઓ હાલ ફરજ બજાવશે. તેમ જાણવા મળ્યું છે.  આઉટપોસ્ટના ઉદ્દઘાટનની તસ્વીરો જોઇ શકાય છે.

(11:37 am IST)