Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

કાલાવડ રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ઝૂંપડામાં નેપાળી મહિલાનું શંક્સ્પદ મોત : દારૂ પીવાની ટેવ હતી : નેપાળી શખ્શની પૂછપરછ

રાજકોટ : શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલ સ્પીડ વેલ પાર્ટી પ્લોટ નજીક નવા બની રહેલ પેન્ટગોન બિલ્ડીંગ પાછળ આવેલ ઝૂંપડામાં મિલનબેન રાઠોડ નામની આશરે 30 વર્ષની મહિલાની લાશ મળતા તાલુકા પીઆઇ વણઝારા પીએસઆઇ ડામોર ડી,એમ જાડેજા સહિતનો સ્ટાફ દોડી જઈને  તપાસ શરુ કરી છે મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે

   હત્યા થયાની વાતે પોલીસ ટુકડી  દોડી હતી પરતું એવી કોઈ માહિતી મળતી નથી મૃતક મહિલાને દારૂ  પીવાની ટેવ હોવાનું આસપાસના લોકોએ જણાવ્યું હતું વિશેષમાં તેના વતનમાં રહેતા એક નેપાળી શખ્શની પૂછપરછ કરી છે આ મહિલા રખડુ જીવન જીવતી હતી  મહિલાનું મોત  કુદરતી રીતે થયું કે અન્ય અન્ય રીતે થયું છે તેની તાપસ થઇ રહી છે

(9:33 pm IST)