Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

થોરાળા અને આજીડેમ પોલીસે ૧૦૮ બોટલ દારૂ પકડ્યોઃ નરેન પકડાયો, સંજયની શોધ

રાજકોટ તા. ૫: આજીડેમ અને થોરાળા પોલીસે બે દરોડામાં ૧૦૮ બોટલ દારૂ પકડી લીધો હતો. એક શખ્સ પકડાયો હતો અને બીજાની શોધખોળ થઇ રહી છે. આજીડેમ પોલીસ મથકના પીઆઇ પી.એન. વાઘેલાની રાહબરીમાં હેડકોન્સ. કનકસિંહ સોલંકી, શૈલેષભાઇ નેચડા, શૈલેષભાઇ ભીંસડીયા સહિતે આજીડેમ ચોકડી પાસે યુવરાજનગર-૨માં દરોડો પાડી નરેન દિલુભાઇ સોલંકી (ઉ.૨૯)ને રૂ. ૨૬૯૫૦ના ૭૭ બોટલ દારૂ સકાથે ઝડપી લીધો હતો.

જ્યારે  ચુનારાવાડ-૨/૩ના ખુણે રહેતાં સંજય ઓધવજીભાઇ સનુરા (કોળી)ના ઘરમાં દારૂ હોવાની બાતમી થોરાળા ડી. સ્ટાફના એએસઆઇ બી. જે. જાડેજા અને નરસંગભાઇને મળતાં દરોડો પાડી રૂ. ૧૨૪૦૦નો ૩૧ બોટલ દારૂ કબ્જે કરાયો હતો. પી.આઇ. બી.ટી. વાઢીયાની રાહબીમાં પીએસઆઇ પી. ડી. જાદવ, કે. કે. પરમાર, બી. જે. જાડેજા, ભુપતભાઇ, રોહિતભાઇ, કનુભાઇ, નરસંગભાઇ અને દિપકભાઇએ દરોડો પાડ્યો હતો. સંજય તેના ઘરે હાજર ન હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

 દેશીના ૮ દરોડાઃ દારૂ પી વાહન હંકારતા એક અને છરી સાથે બે પકડાયા

આ ઉપરાંત દેશી દારૂના જુદા-જુદા આઠ દરોડા પાડી દેશી દારૂ કબ્જે કરવામાં આવ્યો હતો. જ્યારે ગાયકવાડીમાં દારૂ પી વાહન હંકારતા મનોજ પ્રતાપભાઇ મુલીયાણાને અને હનુમાન મઢી ચોકમાંથી છરી સાથે અલ્તાફ ગફારભાઇ દલવાણીને પકડી લેવાયા હતાં. નાના મવા રોડ વામ્બે આવાસ પાસેથી મોન્ટુ ચંદુભાઇ રાઠોડ પણ છરી સાથે ઝપટે ચડ્યો હતો.

(3:57 pm IST)