Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

જામનગરમાં નેશનલ નેચરોપેથી યોગ સેમીનાર

ઈન્‍ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઈઝેશન સૌરાષ્‍ટ્ર- કચ્‍છ દ્વારા આયોજનઃ યોગ અને નેચરોપેથી સાથે જોડાયેલા લોકોને લાભ લેવા અનુરોધ

રાજકોટઃ ઈન્‍ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઈઝેશન (આઈ.એન.ઓ) દિલ્‍હી કે જે ૨૦૦૩થી સમગ્ર વિશ્વમાં કાર્યરત છે, નેચરોપેથી અને યોગ માટે તેના સૌરાષ્‍ટ્ર કચ્‍છ ઝોન દ્વારા તા.૨૮-૨૯ મેના રોજ જામનગર મુકામે આઝાદી કા અમૃત મહોત્‍વ અંતર્ગત નેશનલ સેમિનાર યોગ- નેચરોપેથીનું આયોજન લીલાવતી નેચરોપેથી એન્‍ડ રિસર્ચ સેન્‍ટર, જામનગરના સહયોગથી થઈ રહ્યું છે, આ સેમિનારમાં આયુષ મંત્રાલય ભારત સરકાર પણ સહયોગ મળી રહ્યો છે, સેમિનારનું શીર્ષક છે. ‘હોલીસ્‍ટીક એપ્રોચ ફોર હેલ્‍ધી લાઈફ'.

સેમિનાર સ્‍થળ કુંવરબાઈ જૈન ધર્મશાળા, જેલ રોડ રાજકોટ જામનગર. સમગ્ર યોગ અને નેચરોપેથી સાથે જોડાયેલ અથવા તો રસ ધરાવનારા પ્રેકિટશનર, વિદ્યાર્થી કે કોઈપણ જિજ્ઞાસુ આ સેમિનારમાં ભાગ લઈ શકે છે. રજીસ્‍ટ્રેશન ફી રૂા.૬૦૦ રાખેલ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા સૌરાષ્‍ટ્ર- કચ્‍છ આઈ.એન.ઓ. પ્રેસિડેન્‍ટ શ્રી અમરજીતસિંઘ આહલુવાલિયા, જામનગર, જનરલ સેક્રેટરી વિજયભાઈ શેઠ- કચ્‍છ, વાઈસ પ્રેસીડેન્‍ટ ડો.હિતેશ એ. પરમાર- રાજકોટ, વાઈસ પ્રેસીડેન્‍ટ ડો. પાર્થ ભાવેશ પંડયા, રાજકોટ, ટ્રેઝરર ડો.કૃતિ ભટ્ટ પરમાર- રાજકોટ, મીડિયા સેલ કો ઓડીનેટર વિપુલભાઈ પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે. સેમીનારમાં ભાગ લેવા મો.૯૪૨૬૯ ૩૬૩૬૧, મો.૯૪૨૬૮ ૧૩૬૪૦ ઉપર સંપર્ક કરી શકાશે. તેમ  અખબારી યાદીમાં જણાવાયું છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા

(4:10 pm IST)