Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ધારાશાષ્ત્રી ધર્મેશ લાડવાની રવિવારે પુણ્‍યતીથીઃ રકતદાન કેમ્‍પનું આયોજન

રાજકોટ, તા., ૫: દરેકને મદદરૂપ થતા અને સદાય હસતા રહેતા જાણીતા સીનીયર ધારાશાષાી ધર્મેશભાઇ લાડવાની વિદાયને તા.૮ ના રવિવારે પ્રથમ પુણ્‍યતીથી છે. ધર્મેશભાઇ લાડવાના મિત્રો અને પરિવાર દ્વારા રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.

લબ્‍ધ પ્રતિષ્‍ઠીત હર હંમેશ આફતગ્રસ્‍ત  લોકોને મદદ કરવા તત્‍પર રહેતા સ્‍વભાવે મિલનસાર સિનીયર એડવોકેટ ધર્મેશભાઇ બી.લાડવાનું ગયા વર્ષે કોરોનાની બીજી ઘાતક લહેરમાં સંક્રમીત થઇ જતા અવસાન થયેલું. તેમના ધર્મપત્‍ની હેતલબેન અને પુત્ર  કર્તવ્‍ય લાડવા એ ધર્મેશભાઇની સ્‍મૃતિમાં સમાજ સેવા કરવાનો એક સદસંકલ્‍પ કરેલો એ નિમિતે રાજકોટના તેમના વકીલ મિત્રોના ગૃપે જરૂરતમંદ ગરીબ દર્દીઓને સિવિલ હોસ્‍પીટલમાંથી વિના મુલ્‍યે રકત મળી રહે એ હેતુ માટે તા.૮-પ-૨૦૨૨ને રવિવારના રોજ રાજકોટની પેસીફીક હાઇટની બાજુમાં રૈયા રોડ પર આવેલ ન્‍યુ એરા સ્‍કુલમાં રકતદાન શિબિર (બ્‍લડ ડોનેશન કેમ્‍પ) સવારે  ૯ વાગ્‍યાથી બપોર ૧ વાગ્‍યા દરમિયાન યોજવામાં આવલ છે.

 યુવામિત્રોને જાહેર અપીલ છે કે આ રકતદાન શિબિરમાં રકતદાન કરવા જરૂરથી આગળ આવો. સમાજ સેવાના ઉમદા ઉદ્રેશ્‍ય માટે ન્‍યુ એરા સ્‍કુલના નિયામક અજયભાઇ પટેલ પોતાની સ્‍કુલના એસી વર્ગખંડો તમજ અન્‍ય સુવિધાઓ નિઃશલ્‍ક  ઉપલબ્‍ધ કરી આપેલ છે. રકતદાન શિબિરના સમગ્ર આયોજનને સફળ બનાવવા સિનીયર એડવોકટ હેમંતભાઇ ભટ્ટ, એડવોકટ દિવ્‍યેશભાઇ કલોલા, એડવોકટ મેહુલભાઇ ઝાપડા અન મનીષભાઇ અને અંબરીષભાઇ  ટાંક જહેમત ઉઠાવી રહયા છ.

ધર્મશભાઇ લાડવા ગુજરાતના રાષ્‍ટ્રપતિ સન્‍માનીત વરિષ્‍ઠ કલાકાર અને  પ્રાધ્‍યાપક ભુપતભાઇ લાડવાના સુપુત્ર છે.

(4:05 pm IST)